Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

બ્રહ્માકુમારીઝ દ્વારા ૧૨ મીએ 'હેલ્ધી માઇન્ડ ફોર હેપી લાઇફ' સેમીનાર : બ્ર.કુ. આશાદીદી રાજકોટ આવશે

રાજકોટ તા. ૩ : હાલની ફાસ્ટ લાઇફમાં માનવ તન અને મનની અશાંતિ અનુભવી રહ્યો છે. અનેક સમસ્યાઓથી ઘેરાયેલા આ માનવોને સાચી દિશા મળે તેવા હેતુથી બ્રહ્માકુમારીઝ દ્વારા તા. ૧૨ ના રાજકોટ ખાતે 'હેલ્ધી માઇન્ડ ફોર હેપી લાઇફ' સેમીનાર યોજવામાં આવેલ છે. અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે તા. ૧૨ ના સાંજે ૪.૩૦ વાગ્યે યોજાનાર આ સેમીનારમાં મુખ્ય વકતા તરીકે બ્રહ્માકુમારીઝના દિલ્હીના ડાયરેકટર અને છેલ્લા ૪૭ વર્ષોથી રાજયોગના ગહન અભ્યાસુ બ્રહ્માકુમારી આશાદીદી ઉપસ્થિત રહી પ્રકાશ પાડશે. પ્રબુધ્ધ નાગરિકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. પ્રવેશ નિઃશુલ્ક છે. આ માટે વિનામુલ્યે રજીસ્ટ્રેશન કરાવવા ફોન ૦૨૮૧ ૨૩૭૫૪૮૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:36 pm IST)