Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

૯ થી ૧૩ ઓકટોબર : સરગમનો સાંસ્કૃતિક મહોત્સવ

૯ મીએ સરગમી રાસોત્સવ : ૧૦ મીએ સરગમી મ્યુઝીકલ નાઇટ : ૧૧ મીએ સરગમી લોકડાયરો : ૧૨ મીએ સરગમી સંગીત સંધ્યા : ૧૩ મીએ સરગમી હસાયરો

રાજકોટ તા. ૩ : ઉત્સવપ્રિય જનતાને દર વરસે અલગ અલગ કાર્યક્રમોની ભેટ આપતા સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબે આ વખતે પણ નોરતા પછીનાં પાંચ દિવસ માટે જાહેર જનતા માટે સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કર્યું છે. તા.૯ થી શરૂ થનારા આ સાંસ્કૃતિક મહોત્સવ અંતર્ગત સરગમી રાસોત્સવ, સરગમી હસાયરો, લોકડાયરો, સંગીત સંધ્યા અને મ્યુઝીકલ નાઈટનો સમાવેશ થાય છે.

જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજાનારા આ કાર્યક્રમો માટે ડી.એચ. કોલેજના મેદાનમાં સુંદર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ માટે વિવિધ કંપનીઓ તેમજ દાતાઓનો સહયોગ મળી રહ્યો છે.

સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં જણાવ્યા અનુસાર આ સાંસ્કૃતિક મહોત્સવ કાર્યક્રમમાં અનેક કલાકારો અને કસબીઓ રાજકોટની જનતાનું મનોરંજન કરશે.

સરગમી રાસોત્સવ

સરગમ કલબ અને મારવાડી એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે સરગમ કપલ કલબ, લેડીઝ કલબ, સરગમ જેન્ટસ કલબ, સિનિયર સિટીઝન કલબ અને ઈવનિંગ પોસ્ટ પાર્કના સભ્યો માટે તા.૯ ના બુધવારે રાત્રે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં સરગમી રાસોત્સવ યોજાશે. આ રાસોત્સવ માણવા માટે જાહેર જનતાને મારવાડી એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન કેતનભાઈ મારવાડી અનેવાઈસ ચેરમેન જીતુભાઈ ચંદારાણાએ આમંત્રણ પાઠવ્યું છે.

સરગમી મ્યુઝીકલ નાઈટ

સરગમ કલબ ઉપક્રમે અને કૃણાલ સ્ટ્રકચર્સ પ્રા.લિ. તેમજ કેર ફોર હોમના સહયોગથી તા.૧૦ ના ગુરૂવારે રાત્રે ૮ કલાકે મ્યુઝીકલ નાઈટનું આયોજન કરાયું છે. જેમાં જાણીતા ગાયક કલાકાર આનંદ પલ્લવકર (મુંબઈ), સૈફાલી તગ્ગરસી (મુંબઈ), હેમંત પંડયા (મુંબઈ), મુખ્તાર શાહ (અમદાવાદ), નફીઝી આનંદ (અમદાવાદ), સોનલ ગઢવી (રાજકોટ), મોહસીન શેખ (અમદાવાદ) જેવા ખ્યાતનામ કલાકારોના ગીતોની રમઝટ બોલાવશે. જ્યારે ઓરકેસ્ટ્રામાં મ્યુઝીકલ મેલોઝના રાજુભાઈ ત્રિવેદી અને તેમની ટીમ ગાયક કલાકારોનો સાથ

આપશે. કિર્તિદાન ગઢવી સ્પેશ્યલ ગીત (ભજન) રજૂ કરશે. કૃણાલ સ્ટ્રકચર્સ પ્રા.લિ.ના કૃણાલ દોમડિયા તેમજ કેર ફોર હોમના એમ.જે. સોલંકીએ સરગમ પરિવારના સભ્યો તેમજ સંગીત પ્રિય જાહેર જનતાને કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

સરગમી લોકડાયરો

સરગમ કલબના ઉપક્રમે અને બાન લેબ્સ પ્રા.લિ. તેમજ જે.પી. સ્ટ્રકચર પ્રા.લિ.ના સહયોગથી તા.૧૧ ના શુક્રવારે રાત્રે ૮ ડી. એચ. કોલેજના મેદાનમાંલોકડાયરો યોજાશે. જેમાં માયાભાઈ આહિર (મહુવા), ફરિદાબેન મીર (અમદાવાદ), સાંઇરામ દવે (રાજકોટ), ધીરૂભાઈ સરવૈયા (ખીરસરા), યોગેશભાઈ ગઢવી (અમદાવાદ), બિહારીભાઈ ગઢવી (રાજકોટ) તેમજ બેન્જો વાદક મુંકુંદભાઈ જાની સહિતના કલાકારો લોક કલા પીરસશે. બાન લેબ્સ પ્રા.લિ.ના નટુભાઈ ઉકાણી તેમજ જે.પી. સ્ટ્રકચર પ્રા.લિ.નાં જગદીશભાઈ ડોબરિયાએ આ લોકડાયરાનો લાભ લેવા સરગમ પરિવારના તમામ સભ્યો તથા જાહેર જનતાને આમંત્રણ આપ્યું છે.

સરગમી સંગીત સંધ્યા

સરગમ કલબના ઉપક્રમે અને કલાસિક નેટવર્ક પ્રા.લિ. તેમજ સન ફોર્જ પ્રા. લિ.ના સહયોગથીતા.૧૨ ના શનિવારે રાત્રે ૮ વાગ્યે ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં સરગમી સંગીત સંધ્યા યોજાશે. જેમાંં ખ્યાતનામ કલાકારો ભારતીબેન નાયક (મુંબઇ), નાનુગુર્જર (મુંબઇ) આશિષ શ્રીવાસ્તવ (મુંબઇ), મોના ભટ્ટ મુંબઈ), અર્ચના મહાજન (મુંબઈ), હેમંત પંડયા (મુંબઈ), સોનલ ગઢવી (રાજકોટ), મોહસીન શેખ (અમદાવાદ) જૂના નવા ગીતો સાથે મીમીક્રીની રમઝટ બોલાવશે. ઓરકેસ્ટ્રામાં તેનો સાથ આપશે મ્યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઈ ત્રિવેદી અને તેમની ટીમ. ર કલાસિક નેટવર્ક પ્રા.લિ.ના સ્મીતભાઈ પટેલ, સીતેષભાઈ ત્રાંબડિયા, ઘનશ્યામભાઈ મારડિયા તેમજ સન ફોર્જ પ્રા.લિ.ના નાથાભાઈ કાલરીયા અને રાજેશભાઈ કાલરિયાએ આ જાહેર કાર્યક્રમનો લાભ લેવા સરગમ પરિવારના તમામ સભ્યો તથા સંગીત પ્રિય જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.

સરગમી હસાયરો

સરગમ કલબ, વૈભવ જીનીંગ સ્પીનીંગ મીલ પ્રા.લિ. અને એચ. બી. રાજયગુરૂ (કાં.) ના સંયુકત ઉપક્રમે તા.૧૩ ના રવિવારે રાત્રે ૮ કલાકે ડી.એચ. કોલેજના મેદાનમાં સરગમી હસાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધીરૂભાઈ સરવૈયા (ખીરસરા), સુખદેવ ધામલિયા (ગઢડા), હકાભા ગઢવી, (હળવદ), ગુણવંત ચુડાસમા (રાજકોટ) સહિતના કલાકારો હાસ્યરસ પીરસશે. વિનામૂલ્યે યોજાયેલા આ હસાયરાનો લાભ લેવા જાહેર જનતાને વૈભવ જીનીંગ સ્પીનીંગ મીલ પ્રા.લિ.ના નરેશભાઈ લોટિયા અને રાજભાઈ લોટિયા તથા એચ. બી. રાજયગુરુ (કાં.) ના હેતલભાઈ રાજયગુરુએ જાહેર આમંત્રણ પાઠવેલ છે. આ સાંસ્કૃતિક મહોત્સવ કાર્યક્રમમાં યુરા ટોમ સોલાર સિસ્ટમ, આદેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બાન લેબ્સ પ્રા.લિ., ૭ ગ્રીન, ડેકોરા ગ્રુપ, અમીધારા ડેવલપર્સ પ્રા.લિ., કેર ફોર હોમ, વડાલિયા ફૂડઝ, આર.કે. યુનિવર્સિટી, એન્જલ ગ્રુપ, શ્રીરામ પાઈપ્સનો સહયોગ મળેલ છે.

સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઇ દોમડીયા, મૌલેશભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, સ્મિતભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, નાથાભાઇ કાલરીયા,, એમ. જે. સોલંકી, જયસુખભાઇ ડાભી, મિતેનભાઇ મહેતા, યોગેશભાઇ પુજારા, કીરીટભાઇ આદ્રોજા, સુરેશભાઇ નંદવાણા, મનીષભાઇ માડેકા, ભરતભાઇ સોલંકી, શિવલાલભાઇ રામાણી, રમેશભાઇ અકબરી, દિપકભાઇ શાહ, કનૈયાલાલ ગજેરા, રાજેન્દ્ર શેઠ, મનમોહનભાઇ પનારા, લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, અલ્કાબેન કામદાર, જશુમતિેન વસાણી, જયશ્રીબેન રાવલ, ગીતાબેન હિરાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:34 pm IST)