Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

માધાપરમાં આવેલ કૃષ્ણનગર સહિતની ૪ સોસાયટીના વચ્ચેના યુએલસી ફાજલ પ્લોટમાં આવાસ યોજના ન કરો

સેંકડો લોકો હેરાન થશેઃ આ જગ્યાએ પાણીનું વહેણ છેઃ વધુ માત્રામાં પાણી ભરાય છે : આ ર૮૦૦ ચો.મી.ના પ્લોટમાં હોલ-બગીચો-આરોગ્ય કેન્દ્ર-પાણીની ટેન્ક વિગેરે કરી આપો

કૃષ્ણનગરના રહેવાસીઓએ યુએલસી ફાજલ પ્લોટની જગ્યા ઉપર આવાસ બાંધવાનો વિરોધ કરી કલેકટર કચેરીએ દેખાવો યોજી આવેદન પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૩: માધાપર નજીક આવેલ કૃષ્ણનગરના રહેવાસીઓએ કલેકટરને  આવેદન પાઠવી સરકારના ફાજલ થયેલા પ્લોટમાં આવાસના બદલે અન્ય સુવિધાઓ આપવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે માધાપર સર્વે નં. ૪૪ ની યુ.એલ.સી.ની ફાજલ જમીન જેના ચો.મી. આશરે ર૮પ૩ છે. તેના ઉપર આવાસ યોજના મંજુર કરવાની કાર્યવાહી ચાલુ છે એવી જાણ થતા જ આજુબાજુની સોસાયટીઓ જેવી કે કૃષ્ણનગર, પરાશર પાર્ક-૧, પરાશર પાર્ક-ર, સત્યમ, શિવમ, સંુદરમ, ગાંધી-ઓપ. હા. સોસાયટી, કેવલમ ફલેટસ તથા આજુબાજુની અન્ય રહેણાંક સોસાયટીઓ કે જે માધાપર ગ્રામ પંચાયતને આધીન છે. તેમાં અસંતોષની લાગણી ફેલાયેલ છે. કારણ કે ઉપરોકત જગ્યા ઉપર પાણીનું વ્હેણ છે જેથી આ જગ્યાએ જો ઉપરોકત યોજના કરવામાં આવે તો ચોમાસાની ઋતુ દરમ્યાન ખુબ જ માત્રામાં પાણી ભરાઇ જેના કારણે પારાવાર મુશ્કેલીઓ ઉભી થાય તેમ છે જે બાબતે સ્થાનીક સતામંડળ તેમજ રહેણાંક લોકો વિદિત છે. જેથી લોકહીતને અસર કરવા જેવી બાબત હોઇ આ અસંતોષ તદન વ્યાજબી છે અને યોગ્ય જ છે. કારણ કે કૃષ્ણનગર જે તા.૧ર-૧ર-૧૯૬૯ થી બીનખેતી થયેલ છે અને રૂડાના અસ્તિત્વમાં આવ્યા પછી પણ છેલ્લા ૪૦ વર્ષથી કોઇ પણ પ્રાથમીક કક્ષાની સુવિધાઓ જેવી કે પાણી, ગટર, લાઇટ, આરોગ્ય કેન્દ્ર, સ્કુલ કે બીજી કોઇ જ વિકાસની યોજનાઓથી ૪ દશકાઓથી વંચીત રહીને છેલ્લા આશરે ૪૦ વર્ષથી આ વિસ્તારના લોકો અગવડતા ભોગવી રહેલ છે. તેમના માટે ફાળવાયેલ આ યોજના વધુ એક દુષણ સમાન બની રહે તેમ છે. હાલ આ વિસ્તારમાં આશરે ૩૦૦૦ થી વધુ પરીવારો રહે છે. તેમની લાગણી અને માંગણી ધ્યાને લેવા સાદર વિનંતી છે.

અમોને આ વિસ્તારને આવી કોઇ પણ યોજનાનો છેલ્લા રપ વર્ષોમાં કોઇ જ પ્રકારનો લાભ મલેલ નથી. જેથી અમો સર્વે સોસાયટીના રહીશો આ પ્લોટ સંદર્ભે એવી માંગણી આપ સમક્ષ મુકીએ છીએ કે આ સ્થાને આવાસને બદલે ઉપરોકત તમામ સોસાયટીના પુરૂષો, મહીલાઓ, યુવાનો, વડીલો અને બાળકો સહીત ૧૦ થી ૧ર હજાર નાગરીકોને લાભ મળે એવી સુવિધાઓ જેવી કે કોમ્યુનીટી હોલ, બાગ-બગીચા, આરોગ્ય કેન્દ્ર, પાણી વિતરણ માટે ઓવરહેડ ટેન્ક વગેરે બનાવવામાં આવે એવી અમારી માંગણી છે.

(3:31 pm IST)