Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રૂ.પાંચ લાખનો ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ તા. ૦૩: રાજકોટના પ્રશાંતભાઇ જેન્તીભાઇ કારેથા વિરુધ્ધ રૂ. ૫,૦૦,૦૦૦નો- ચેક રિટર્ન થતા રાજકોટના કોર્ટમાં ચેક રીટર્ન થવા બદલ આરોપી પ્રશાંતભાઇ જેન્તીભાઇ કારેથા વિરુધ્ધ ફરયિાદ થતા કોર્ટે દ્વારા સમન્સ ઈસ્યુ કરવામાં આવેલ છે.

ફરીયાદીની ટુંકમાં વિગત એવી છે કે ફરીયાદી કિશોરભાઇ કાનજીભાઇ જરીયા એ આરોપી પ્રશાંતભાઇ જેન્તીભાઇ કારેથા ને અલગ અલગ સમયે કુલ રૂ. ૫,૦૦,૦૦૦/- સંબંધ હોય વગર વ્યાજે હાથ ઉછીના આપેલા ત્યારબાદ ફરીયાદીએ આરોપીને આપેલ હાથ ઉછીના રકમની પરત માંગણી કરતા આરોપીએ રૂ. ૫,૦૦,૦૦૦/- ની ચેક આપેલ જે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેેક વટાવવા વગર ''ફંડ ઈનસફીસીયન્ટ''ના શેરા સાથે  પરત ફરેલ હતો.

ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત ચેક રીટર્ન થયા અંગેની ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા નોટીસમાં જણાવેલ સમયમાં આરોપીએ ફરીયાદીને ચેક મુજબની રકમ ન ચુકવતા ફરીયાદીએ આરોપી વિરુધ્ધ રાજકોટના એડી.ચીફ જ્યુ. મેજી.ની કોર્ટમાં ધી નેગોસ્યેબલ ઈનસ્ટુમેન્ટ એકટ' ની કલમ -૧૩૮મુજબની ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદ કોર્ટે રજીસ્ટર લઇ આરોપી પ્રશાંતભાઇ જેન્તીભાઇ કારેથાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઈસ્યુ કરેલ છે.  આ કામમાં ફરીયાદી કિશોરભાઇ કાનજીભાઇ જરીયા વતિ રાજકોટના ધારાશાસ્ત્રી હિતેશ આર. ભાયાણી રોકાયેલ છે.

(3:31 pm IST)