Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

રેલનગર અંડરબ્રીજમાં અનેક લોકોના પગ ભાંગ્યા બાદ તંત્રની નિંભરતા દુર થઇઃ આજે સવારથી સફાઇ શરૂ કરાવી

રાજકોટઃ શહેરનાં રેલનગર વિસ્તારના પ્રવેશ દ્વારસમાં ''રેલનગર અંડરબ્રીજ''માં સતત વરસાદી પાણી ભરાઇ રહેતુ હોઇ બ્રીજમાં શેવાળ જામી ગયો હોવાથી દરરોજ સવારે અનેક વાહન ચાલકો સ્લીપ થઇ રહ્યા હતા અનેક લોકોના હાથ-પગ ભાંગ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હાતી છતાં તંત્રના પેટનું પાણી હલતુ ન હતું અંતે આજે વાહન સ્લીપ થવાની સંખ્યા વધી જતા તંત્ર વાહકો સમક્ષ ઉગ્ર રજુઆતો થયેલ અને તંત્રની નિંભરતા દુર થઇ અને તાબડતોબ ફાયરબ્રીગેડના ફાયર ફાઇટરોના ટેન્કરો રેલનગર અંડરબ્રીજમાં મોકલી અને બ્રીજમાંથી પાણી ઉલેચાયું હતું. અને બ્રીજમાં તળિયામા ચોટેલા શેવાળ ઉપર પોતા લગાવીને સફાઇ કરાવી હતી જે તસ્વીરમાં દર્શાય છે. નોંધનિય છે કે આ વિસ્તારના કોર્પોરેટર પ્રદેશ મહીલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ આ પ્રશ્ન અંગે મ્યુ.કમિશ્નરશ્રીને ૪ દિવસ અગાઉ લેખીત રજુઆતો કરી હતી છતા જાણે લોકોના હાથ-પગ ભાંગી જાય તેની રાહ જોતુ હોય તેમ છેક આજે સફાઇ શરૂ કરાવી તંત્ર મોડું જાગતા જેના કારણે લોકોમાં કચવાટ ફેલાયો હતો.

(3:28 pm IST)