Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

કોર્પોરેશનમાં વાહન વેરાના ૬ કરોડ ઠલવાયા : નવરાત્રીમાં ૧ કરોડની આવક

છેલ્લા ૬ મહીનામાં ર૩,પ૩૮ વાહનોનું વેચાણ થયું : નવરાત્રીમાં આજ સુધીમાં ૮૪૯ વાહનો વેચાયા : વાહન વેરા આવકનો પ૦% લક્ષ્યાંક પૂર્ણ

રાજકોટ, તા. ૩ : શહેરમાં છેલ્લા છ મહિનામાં ર૩,પ૩૮ ટુ, ફોર વ્હીલર વાહનોનું વેચાણ થતાં મ્યુ. કોર્પોરેશનને વાહન વેરાની ૬.૪૧ કરોડની આવક થવા પામી છે. નવરાત્રીના પ્રથમ ૪ દિ'માં ૮૪૯ વાહનો વેચાયા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના વેરાશાખાના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ૧ એપ્રિલ-ર૦૧૯થી ૩ ઓકટોબર સુધીમાં ટુ, થ્રી, ફોર સહિત ભારે ર૩,પ૩૮ વાહનોનું વેચાણ થતાં તંત્રી તીજોરીમાં કુલ રૂ. ૬,૪૧,૬૮,૭૯૮ વાહન વેરાની આવક થવા પામી છે.

જેમાં ટુ વ્હીલર-૧૮,૯૧૪ (ડીઝલ,પેટ્રોલ)ના રૂ. પ૦ કરોડ તથા થ્રી વ્હીલર-૧૦પર (ડીઝલ, પેટ્રોલ, સીએનજી) ના રૂ. ૧.૧.૭૩ કરોડ તેમજ ફોર વ્હીલર (કાર) ૩૧૯રના રૂ. ૪ કરોડનો સમાવેશ થાય છે.

(3:25 pm IST)