Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સહિયરના જાજરમાન રાસોત્સવમાં થનગનાટ કરતા ખેલૈયાઓ

રાજકોટ : સહિયર રાસોત્સવમાં રાત પડે ને દિ' ઉગે તેવા ભવ્ય વાતાવરણમાં માતાજીના ગરબાથી દિવ્યતા રોજ ઉમેરાય છે... માં ની આરતી બાદ સહિયર રાસોત્સવમાં ગરબા ગાયકો સાજીદ ખ્યાર અને ચાર્મી રાઠોડના કંઠેથી રાસની રમઝટ બોલી હતી, વિરામ દરમ્યાન કોમેડિ કીંગ ધવલ દોમડીયા સહિયરના મહેમાન બન્યા હતા, સહિયરના ખેલૈયાઓ સાથે રાસની રમઝટ કરતા ધવલ દોમડીયાએ પોતાના આગવા અંદાઝથી ખેલૈયાઓ સાથે વાતચીત કરી મનમુકીને હસાવ્યા હતા, આ સમયે વરસાદની વાત છેડતા સહિયરના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળાએ ખેલૈયાઓની લાગણીને સ્વીકારતા દશેરાના દિવસે પણ સહિયર ચાલુ રાખવાની જાહેરાત કરતા ખેલૈયાઓએ આ વાતને હોશભેર વધાવી હતી.

રાસોત્સવના બીજા દોરમાં રાહુલ મહેતાના કંઠેથી લોકોએ ધમાલની મોજ કરી હતી, ખેલૈયાઓને રીધમના તાલે ઝુલાવતા રીધમ ઓરકેસ્ટ્રા ખોડીદાસ વાઘેલાએ વોટરડ્રમ પર જમાવટ કરી હતી. સમગ્ર રાસોત્સવનું સંચાલન 'જીલ એન્ટરટેનમેન્ટ' તથા પત્રકાર અને ઉદ્દઘોષક તેજસ શિશાંગીયાએ કર્યું હતું. મહેમાનો સાથે સ્પેશ્યલ ઈફેકટના અદ્દભુત વાતાવરણમાં ગાંધી જયંતીથી ઉજવણી કરતા વંદે માતરમ્ ગાનથી રાસોત્સવને વિરામ અપાયો હતો.

ગઈકાલે વિજેતા જુનીયર પ્રિન્સ : (૧) પ્રિયાંશુ સોલંકી (ર) ધ્રુવરાજ ગોહીલ - વેલડ્રેસ : રીયાઝ મજીઠીયા પ્રિન્સેસમાં (૧) માહી સરવૈયા (ર) કિષ્ના વાછાણી સીનીયર પ્રિન્સ : (૧) ભાવીન મકવાણા (ર) નિલેષ ગોહલ (૩) મીહીર દવે (૪) અમીત પટેલ (૫) મીત તન્ના તેમજ પ્રિન્સેસ : (૧) વિશ્વા વાળા (ર) મેઘના કાગ  (૩) કરીના પીપળીયા (૪) રચના જોષી (પ) અમ્રતા મહેતા.

વિજેતાઓને સહિયરના આયોજક વિજયસિંહ ઝાલા, ધવલ દોમડીયા કોમેડી કીંગ, મનસુખભાઇ ડોડીયા, શૈલેષભાઈ ખખ્ખર, પીનલબેન, ક્રિષ્ના, દિયા તથા જીમ્મીભાઇ અડવાણી, પરીક્ષીતસિંહ ગોહીલ, આર.બી.ફેશન રાજુભાઇ, પ્રો.ભાવીન રાવલ, હિમાની રાવલ, બીપીનભાઇ વાસોપીયા, જયેન્દ્રસિંહ જાડેજા, કેયુરભાઇ અને મીતલબેન પલાળ, મેઘરાજસિંહ જાડેજા, મિલન દેસાઇ, યુવરાજસિંહ જાડેજા, સહદેવસિંહ ભાટી, પ્રવિણસિંહ સિંધવ, હરપાલભાઇ બારડ તથા હાર્દિકભાઇ ઝવેરીના હસ્તે ઇનામો અપાયા હતાં.

બેસ્ટ ગ્રુપનું પ્રાઈઝ 'ઓમગૃપ'ને સુરેન્દ્રસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, કિષ્નપાલસિંહ વાળાના હસ્તે અપાયું હતું.

સહિયરના આયોજકો સર્વશ્રી સુરેન્દ્રસિંહ વાળા, વાઇસ ચેરમેનશ્રી ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા , સેક્રેટરી કૃષ્ણસિંહ જાડેજા, ઇવેન્ટ પ્લાનર કિષ્નપાલનસિંહ વાળા, રાજેન્દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર) તથા આયોજકો સર્વશ્રી વિજયસિંહ ઝાલા, જયદિપભાઇ રેણુકા, સમ્રાટ ઉદેશી, પ્રકાશભાઇ કણસાગરા, જતીન આડેદરા, હિરેન ચંદારાણા, બંકિમભાઇ મહેતા, ડી.એન.પટેલ, રાજવિરસિંહ ઝાલા, મિથુનભાઇ સોની, પરેશભાઇ પાટડીયા, નિલેષભાઇ ચિત્રોડા, રાહુલસિંહ ઝાલા, જગાભાઇ પટેલ, પંકજભાઇ ફીચડીયા, ભરતભાઇ ઢોલરીયા, ધૈર્ય પારેખ, સુશીલભાઇ ફીચડીયા, કર્ણભાઇ, દિપકસિંહ જાડેજા, અહેમદ સાંધ, મનસુખભાઇ ડોડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, શેલેષભાઇ ખખ્ખર, શૈલેષભાઇ પંડયા, મિલનભાઇ ગોહેલ, સુનિલ પટેલ, નીકુભાઇ, કે.સી. ગોહિલ, નરેન્દ્રસિંહ જાડેજા, વિકી ઝાલા, અમીષેક અઢીયા, કરણ આડતીયા, રાજન મહેતા અને રવિરાજસિંહ જાડેજા સહિયરને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.

(3:17 pm IST)