Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જૈન વિઝનના રાસોત્સવમાં ખેલૈયાઓને ડોલાવતા ગાયકો

રાજકોટ, તા. ૩ : જૈન વિઝન આયોજીત રાસોત્સવમાં સુપ્રસિદ્ધ ગાયકો ગીતો પીરસી ખેલૈયાઓમાં જોમ ચડાવી રહ્યા છે. આ ગાયકોનો પરિચય અહિં પ્રસ્તુત છે.

ઢાકેચા બ્રધર્સ : દેશ વિદેશ માં અને અનેક જગ્યાએ શો કરી ચૂકેલા અને રીધમ માસ્ટર એવા છે કે જેમને રીધમ નો વારસો મળેલો છેતેવા મહેશભાઈ ઢાકેચા દ્વારા સમગ્ર ઇન્ફેકશન અને તેમની ટીમ દ્વારા જૈન વિઝનના ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.

પ્લેબ્લેક સિંગર અતાખાન : જે બોલિવૂડના સિંગર તરીકે ઓળખ ધરાવે છે તેવા વડોદરાના જાણીતા ગાયક કલાકાર જેમને જૈનીઝમ ખેલૈયાઓને પોતાના અવાજ પર થનગનાટ કરાવેલ જેઓ માસ્ટર ઓફ પફાર્િેર્મંગ આર્ટ્સ વોકલની ડીગ્રી ધરાવે છે.

લોક ગાયક વિશાલ પંચાલ : આપણા ગરવી ગુજરાતના પ્રાચીન અર્વાચીન ગરબા લોકગીત હોય કે આપણી સંસ્કૃતિના ગીતોની મૌલિકતાને રજૂ કરી રહ્યા છે જેઓ સંગીત વિશારદ છે.

હિતેશ મહેતા : છેલ્લા ૨૫ વર્ષથી તેઓ ગિટારિસ્ટ તરીકે ફરજ બજાવે છે અને લગભગ દરેક ઓર્કેસ્ટ્રા સાથે કામ કરી ચૂકેલા હિતેશભાઈ મહેતા કી ચાર ઉપર જૈન ગરબા માં પોતાનો જાદુ ચલાવે છે

અશ્વિની બેન : ગરબા બોલીવૂડ સોંગ જેઓ નેશનલ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે અને વર્સેટાઇલ સિંગર છે.

મનીષભાઈ જોષી અને વિભૂતિ બેન જોશી : વીભુતિ બેન વર્સેટાઇલ સિંગર છે બોલીવુડ સોન્ગ્સ અને તેમની માસ્ટરી છે

મનીષભાઈ જોષી મ્યુઝીક ડાયરેકટર છે દ્યણા બધા આલ્બમમાં મ્યુઝિક આપેલું છે બે હજારથી વધારે નેશનલ ઇન્ટરનેશનલ ટીવી શો અને લાઈવ શો કરેલ છે.

તરૂણભાઈ વાઘેલા : જે જામનગરના સુવિખ્યાત આર્ટિસ્ટ છે અને દૂરદર્શન નેશનલ ટીવીના શો જેમને આપ્યા છે  લોકગાયક છે.

તસ્વીરમાં જૈન વિઝનના સભ્યો અમિષાબેન દેસાઈ, હિમાબેન શાહ, બિનાબેન શાહ, જલ્પા પતીરા, ભાવુબેન દોશી અને પાયલબેન ફુરીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:16 pm IST)