Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

હું તો પાટણ શેરની નાર... હે જગ જનની... ચાચર ચોકમાં માતાજીની આરાધના

રાજકોટઃ ધોળકિયા સ્ફૂલ્સ્ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં ચોથા નોરતે આરોગ્ય અને આયુષ્યમાં વૃધ્ધી કરનારા મા કૃષ્માંડાની આરાદ્યના-ભકિત કરવા ખાસ આમંત્રણને માન આપી મુખ્ય અતિથિ તરીકે રાજકોટ ગ્રામ્ય આસિ. કલેકટરશ્રી ઓમપ્રકાશ (આઇએએસ)સહપરિવાર તેમજ વોર્ડ ઓફિસર શ્રી ધવલભાઈ જેસડિયા, સીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી પ્રકાશભાઈ આહીર, શ્રી માલવિયા, શ્રી ધમસાણિયા  તથા ડાયેટના  શ્રી ઉમાબેન તન્ના દિકરીઓને આર્શિવચન પાઠવવા  ઉપસ્થિત રહયા હતા.  ગરબી મંડળની દીકરીઓ દ્વારા નવરંગી દુપટ્ટા, મોરપંખ, વાંસની ઢોપલી, માંડવી, ફાનસ, નાગ, શંખ, માતાજીનું આસન, તલવાર, ઢાલ, સાફા, હિંડોળા, છત્રી વગેરે બેનમુન પ્રોપર્ટીઝનો ઉપયોગ કરીભાવિકોને મંત્રમુગ્ધ કરી દે તેવા નુતન ગરબાઓ ચકરડી ભમરડી સ્પેશિયલ, હું તો પાટણ શેરની નાર, હે જગ જનની ....., પાઘડી વાળા રે ......., મોર બની થનગાટ કરે ......, એક છંદે ......., રૂડે ગરબે રમે ...... જેવા અદભૂત ગરબાઓની રજુઆતે ધોળકિયા સ્કૂલના આ ચાચર ચોકે ઉર્પાસ્થત ભકતજનોને ભકિતરસ સાથે જોડ્યા હ્રતા.   સાથે-સાથે ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્ત્।ે સૌના પ્યારા બાપૂના સંસ્મરણોને પણ ઉપસ્થિત નગરજનો સમક્ષ વાગોળવામાં આવ્યા હ્રતા.

(3:16 pm IST)