Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

બે વર્ષની સોનલને તાવ ભરખી ગયો

માધાપર ચોકડી પાસે અયોધ્યા ચોકમાં નવી બનતી બિલ્ડીંગના સાઇટ પર બનાવઃ મુળ એમપીના પરિવારમાં શોક

રાજકોટ તા. ૩: માધાપર ચોકડી નજીક સિનર્જી હોસ્પિટલ પાસે સિતારા હાઇટ્સ નજીક બાંધકામની સાઇટ પર રહેતાં મુળ મધ્યપ્રદેશના દિનેશ ધીરૂભાઇ ભુરીયાની પુત્રી સોનલ (ઉ.વ.૨)ને ચાર-પાંચ દિવસથી તાવ આવતો હોઇ ગત સાંજે આંચકી ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

દિનેશ ભુરીયા કેટલાક સમયથી રાજકોટ સિનર્જી હોસ્પિટલ પાસે નવી બની રહેલી બાર માળની બિલ્ડીંગની સાઇટ પર પત્નિ, સંતાનો, પરિવારજનો સાથે રહી કડીયા કામની મજૂરી કરે છે. તેને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રીમાં પુત્રી સોનલ સોૈથી નાની હતી. ચાર-પાંચ દિવસથી તેણીને તાવ આવતો હોઇ દવા લીધી હતી. ગઇકાલે તબિયત બગડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. લાડકવાયીના મોતથી માતા શમીલા, પિતા દિનેશ સહિતના આક્રદથી ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ વી. સી. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:18 pm IST)