Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ગોકુલધામ કવાર્ટરનો બુટલેગર હાર્દિક ઉર્ફ કવિને પાસા તળે જેલમાં ધકેલાયો

માલવીયાનગર પોલીસે વોરન્ટની બજવણી કરીઃ વડોદરા જેલહવાલે

રાજકોટ તા. ૩: ગોકુલધામ આર.એમ.સી. કવાર્ટર કૃષ્ણનગર રોડ પર બ્લોક નં. ૧૯ મકાન નં. ૧૫૨૩માં રહેતાં વિદેશી દારૂના બુટલેગર હાર્દિક ઉર્ફ કવિ હરેશભાઇ સોલંકી (ઉ.૩૯) નામના રજપૂત શખ્સને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસામાં ધકેલી દેવા હુકમ કર્યો છે.

પીસીબીના પીઆઇ એસ. એન. ગડુ અને ટીમની દરખાસ્તને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મંજુર કરતાં માલવીયાનગરના પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ જે. એસ. ચંપાવત, એએસઆઇ પરેશભાઇ જારીયા, જાવેદહુશેન રિઝવી, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, અરૂણભાઇ બાંભણીયા, યુવરાજસિંહ જાડેજાએ વોરન્ટની બજવણી કરી હાર્દિક ઉર્ફ કવિને વડોદરા જેલહવાલે કર્યો છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચના હેઠળ અગાઉ માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી આ શખ્સને દારૂના ગુનામાં પકડ્યો હતો. અગાઉ પણ આ શખ્સ પાસા તળે જેલની હવા ખાઇ ચુકયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

(1:15 pm IST)