Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

R.T.O.ના વિવિધ પ્રશ્ને યોગ્ય કરવા વિપક્ષી નેતાની રજુઆત

રાજકોટ તા. રઃ આર.ટી.ઓ.ના વિવિધ પ્રશ્ને મ્યુ. કોર્પોરેશનનાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા વેધક સવાલો કરવામાં આવ્યા છે.

આ અંગે વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં છેલ્લા પંદર દિવસથી કોઇપણ લાઇસન્સ ધારકે પોતાના ડ્રાઇવિંગ લાઇસન્સની મુદત પૂરી થઇ ગયાના ૧ વર્ષથી વધારે સમય વીતી ગયો હોય અને તે રીન્યુ કરાવવા માટે અરજી કરે જે હવે ફરજીયાત પણે ઓન લાઇન જ કરવી પડે છે તો તે અરજીના જવાબમાં ઓનલાઇન તે લાઇસન્સ ધારકનું લાઇસન્સ રદ બતાવવામાં આવે છે. ટ્રંકમાં તેમનું લાઇસન્સ આર.ટી.ઓ. તરફથી રદ થયેલ જણાવવામાં આવે છે. જયારે ખરેખર કાયદાની જોગવાઇ મુજબ કોઇપણ ડ્રાઈવિંગ લાઇસન્સ ધારક તેમના લાઇસન્સની મુદતને પ વર્ષ ઉપરના સમયગાળો વીતી ગયેલ હોય તો જ તેમનું લાઇસન્સ રદ ગણવામાં આવે છે. આ બાબતે વાહન વ્યવહાર ખાતા તરફથી કાયદામાં કોઇપણ પ્રકારના ફેરફાર કર્યા વગર જ આવા લાખો લાઇસન્સ ધારકોના લાઇસન્સો રદ કરી નાખ્યા છે જેના કારણે ગરીબ પ્રજાજનોને લાઇસન્સ વગરના કરવામાં આવતા હોય છે જયારે ગરીબ ભોળી પ્રજા પાસેથી મોટી રકમના દંડ વસુલાત કરવામાં આવતી હોય ગરીબ ભોળી પ્રજા પાસેથી મોટી રકમના દંડ બચાવવા માટે ફરી વખત નવેસરથી વાહનનું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની વિધિમાંથી પસાર થઇ રહ્યા છે.

વધુમાં શ્રી સાગઠીયાએ જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઇ પ્રમાણે દેશના દરેક પ્રજાજનને વાહન ચલાવવા માટેનો હક અને અધિકાર છે એક ઓયું ભણેલ પ્રજાજન કે જેને કોઇપણ વાહન ચલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હોય તે તેણે કોમ્પ્યુટર દ્વારા લેવાતી પરીક્ષા ફરજીયાત પણે પાસ કરવી જ પડે છે. પરંતુ ઓછું ભણેલ ગલરીબ પ્રજાજને કોમ્પ્યુટર શીખેલ નથી અને ખરીદેલ હોતું નથી.

હાલમાં દ્વિ ચક્રી બે પૈડા વાળા વાહનો ચલાવવા માટે દરેક વાહન ચલાવનાર વ્યકિતએ ફરજીયાત પણે હેલ્મેટનો મુંગટ ધારણ કરવો પડે છે. જેનો ફરજીયાત પણે સરકાર દ્વારા પરાણે અમલ કરાવેલ છે જે બાબતે અશરે ૧૪-૧પ વર્ષ પહેલા પણ દેશભરમાં ફરજીયાત હેલ્મેટ પહેરવાની જુંબેશ શરૂ કરવામાં આવેલી તે સમયે પણ સમગ્ર દેશમાં ઉહાપોહ થવાના પગલે નામદાર સુપ્રીમકોર્ટ તથા નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી જણાવવામાં આવેલ કે ફરજીયાત પણે હેલ્મેટ પહેરવાનો નિયત ફકત હાઇવે પર લાગુ કરવામાં આવેલ છે.  અંતમાં વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું છે.

(8:36 am IST)