Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

'દાદા' જેવા રામકથા પ્રેમી અને આદર્શ રાજપુરૂષે આપણા વચ્ચેથી વિદાય લીધી છે, આવા મહાન વ્યકિત માટે શોક ન હોય-શ્લોક જ હોયઃ પૂ. મોરારીબાપુ

ધર્મો રક્ષિત રક્ષિતઃ ભારતીય સનાતન સંસ્કૃતિનું પ્રાણભૂત સુત્ર માનવ જીવનમાં વણાયું છે. રાજગાદીને ધર્મગાદીએ પ્રતિક્ષણ રક્ષા કવચ પુરૂ પાડયું છે. રાજકોટ રાજયના પ્રજાવત્સલ રાજવી શ્રી મનોહરસિંહજી જાડેજાના દેહાવસાનથી રાજપરિવાર ઉપર આવેલી વિકટવેળાએ સાંત્વના અને આશિષ પાઠવવા પરમ પુજયશ્રી મોરારીબાપુએ રણજીત વિલાસ પેલેસ ખાતે રૂબરૂ પધારી પૂ. દાદાને પુષ્પાંજલી અર્પણ કરી રાજપરિવાર પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી હતી. તસ્વીરમાં મનોહરસિંહજી જાડેજાના ફોટો સમક્ષ શ્રધ્ધાંજલી પાઠવતા પૂ.મોરારીબાપુ પ્રથમ અને ત્રીજી તસ્વીરમાં નજરે પડે છે. જયારે વચ્ચેની તસ્વીરમાં માંધાતાસિંહજી જાડેજાને દિલસોજી પાઠવતા પૂ. બાપુ નજરે પડે છે.  ંઅંતિમ તસ્વીરમાં દાદાના અવસાનના સમાચાર સાંભળી તા.ર૮-૯-ર૦૧૮ના જોર્ડનથી મોરારીબાપુએ સ્વહસ્તે પાઠવેલી દિલસોજીનો પત્ર નજરે પડે છે. આ પત્ર 'રામ' નામના હેડીંગ સાથે શરૂ થયો છે. જેમાં પૂ. બાપુએ લખ્યું છે કે, 'આદરણીય મહારાજા સાહેબ, રાજકોટ' માંધાતા સાહેબ, જયસિયારામ! 'હું અત્યારે જોર્ડન છું. હમણા સમાચાર મળ્યા કે આદરણીય દાદા નિર્વાણ પામ્યા છે. મારી દ્રષ્ટિએ રામ કથા પ્રેમી અને એક આદર્શ રાજપુરૂષે આપણા વચ્ચેથી વિદાય લીધી છે. આવા મહાન વ્યકિત માટે શોક ન હોય-શ્લોક જ હોય. એમના નિર્વાણને મારા પ્રણામ! સદગતને શ્રધ્ધાંજલી સાથે પુરા પરિવાર માટે મારી દિલસોજી પાઠવું છું. સૌને જય સિયારામ!'... રામ સ્મરણ સાથે.... બાપુ, જોર્ડન  તા. ર૮-૯-ર૦૧૮.

(4:29 pm IST)