Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ન્યુ મારૂતિ પાર્ક સોસાયટીના સુકાનીઓની વરણી

રાજકોટ : શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર બીગબજારની પાછળ આવેલ ન્યુ મારૂતિ પાર્ક સોસાયટીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ તેમજ સુવિધાઓમાં વધારો થાય તે માટે સોસાયટીના સર્વે સભ્યો દ્વારા એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મીટીંગ માં સમન્વય ફાઉન્ડેશનના પ્રમુખશ્રી કાંતિલાલ ભુતના માર્ગદર્શન મુજબ સોસાયટીના હોદેદારો તેમજ કારોબારીના સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ મીટીંગમા ં સોસાયટીમાં સ્વચ્છતા, પાર્કિગ, સી.સી.ટી.વી. કેમેરા, પાણીનો બગાડ અટકાવવા, વૃક્ષા રોપણ જેવા કાર્યોમાં સધન જ કામગીરી કરવા નિર્ણયો લેવાયા હતા. હોદેદારોમાં પ્રમુખ તરીકે મનસુખભાઇ વાસાણી (મો.નં. ૯૮૨૪૧ ૯૬૩૪૦), ઉપપ્રમુખ રાજેશભાઇ ટાઢાણી , કમલેશભાઇ ઠુંમર, દિલીપભાઇ પરસાણા, મંત્રી તરીકે હિતેષભાઇ રૈયાણી,કિશોરભાઇ કાલરીયા, ડિમ્પલભાઇ શાણી ની વરણી થઇ હતી. જયારે કારોબારી સભ્યોમાં નિતીનભાઇ ભોજાણી, ભરતભાઇ રાંક, યોગેશભાઇ ખમણવાળા પ્રવિણભાઇ શોભાણા, જેરામભાઇ વસોયા, ચુનિભાઇ પાલડીયા, અશ્વિનભાઇ સોરઠીયા, જયેશભાઇ સરધારા મહાદેવભાઇ ત્રિવેદી,  નવનિતભાઇ સાંગાણી, પરસોતમભાઇ વઘાશીયા, કનુભાઇ રંગાણીનો સમાવેશ થાય છે. (૩.૧૬)

(4:29 pm IST)