Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

રાજકોટ સીટી વૂમન્સ કલબ દ્વારા ૧૨મીએ વન- ડે નવરાત્રી મહોત્સવઃ દરેક વર્ગ માટે ઈનામોની વણઝાર

૨૫ થી ૪૫ અને તેનાથી વધુ વયના બહેનો ભાગ લઈ શકશેઃ ચાર દિ'માં પાસ મેળવી લેવા

રાજકોટ,તા.૩ : રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો તથા શહેરના ઉત્સાહી બહેનો માટે  તા.૧૨ શુક્રવારે સાંજે ૫ થી ૮ સુધી નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. આ નવરાત્રી ગરબામાં જે બહેનો ભાગ લેવાના છે તેના માટે બે ગ્રુપમાં ૨૫ થી ૪૫ અને ૪૫ થી ઉપરના એમ કોઈ પણ બહેનો ભાગ લઈ શકશે. તેમાં સભ્ય ફ્રી ઓફ ચાર્જ સાથે જોવા માટે બે પાસ પણ ફ્રી આપવામાં આવશે. ગેસ્ટ માટે ફકત રૂ.૧૦૦ રાસ રમવા માટે રાખેલ છે. રાસ નિહાળવાના બે પાસ ફ્રી અપાશે.

પાસ મેળવવા માટે તા.૫,૬,૭,૮ એમ ચાર દિવસ ૧૦ થી ૧૨ સાંજે ૫ થી ૭ નો રહેશે. બાળકોને મનાઈ છે. ગરબાના નિયમોઃ- જેમાં દરેક સ્પર્ધકો માટે ટ્રેડીસ્નલ ડ્રેસ ચણીયા ચોલી, મોટા બહેનો માટે વર્કવાળી સાડી નવરાત્રીેન અનુરૂપ સાથે ઈનામોની વણજાર, નામાંકીત નિર્ણાયકો પધારશે. પ્રીન્સેસ બનનારને તાજ તથા બેસ્ટ પહેરાવી ઈનામો આપી નવાજવામાં આવશે.

ગરબા તા.૧૨ શુક્રવારે સાંજે ૫ થી ૮ રોયલ મેલા ગ્રાઉન્ડ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ પાસે, રૈયારોડ ચોકડી, જૈન વિઝન ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ઓરકેસ્ટ્રા- મનીષ જોષી એન્ડ ગ્રુપ, ગાયક વંદ- તેજસ આતાખાન, અશ્વીની મહેતા, વિભૂતી મહેતા, બસીર પાલેજા, શીશાંગી, ૫૦ હજાર વોટ, સાઉન્ડ સીસ્ટમ, અદ્યતન લાઈટીંગ અને ફૂલ સીકયુરીટીની સુવિધા.

પાસ મેળવવા માટે દીનાબેન મોદી, ૨૨ ન્યુજાગનાથ મહાકાળી રોડ ખોડીયાળ સ્વીટ સામે, મો.૯૪૨૯૯ ૭૯૧૭૩ ઉપર તેમજ પાસ મેળવવા માટે વધુ વિગત માટે દર્શના મહેતા- મો.૯૪૨૯૫ ૦૨૦૪૬ તથા પ્રફૂલાબેન મહેતા- મો.૯૪૨૮૮ ૯૦૨૭૭નો સંપર્ક કરવો.

તસ્વીરમાં સંસ્થાના પ્રમુખ પ્રફૂલાબેન મહેતા, ઉપપ્રમુખ મીનાબેન વસા, ચેરમેન બિન્દુબેન મહેતા, સેક્રેટરી ઈન્દીરાબેન ઉદાણી, જોઈન્ટ સેક્રેટરી દર્શના મહેતા, એડવાઈઝર નીતા મહેતા અને દીનાબેન મોદી તેમજ કમીટી મેમ્બર્સ પ્રીતીબેન ગાંધી, અલ્કાબેન ગોસ્વામી, કલ્પનાબેન પારેખ, જયશ્રીબેન ટોળીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:29 pm IST)