Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

માટીની મૂર્તિ બનાવવા પ્રશિક્ષણ વર્ગ

ગણેશજી તેમજ શકિતસ્વરૂપાની મૂર્તિઓ સંપૂર્ણ પર્યાવરણને અનુરૂપ બનાવવા અર્થે જાગૃતિ લાવવા અને માટીકામના માધ્યમથી કેવી રીતે બનાવી શકાય તેનું પ્રશિક્ષણ આપવા રાજકોટના આર્થિક પછાત વિસ્તારોમાં નિવાસ કરતા બાળકો માટે ચાલતી શેરી શાળામાં પ્રેરણાદાયી રીતે શરૂ કરવામાં આવેલ છે. અખિલ હિન્દુ મહિલા પરિષદના અધ્યક્ષ શ્રીમતી ભાવના જોશીપુરાની પ્રેરણાથી રાજકોટની યુવા માટી કલા મર્મગ્ન શીલા કૈલેષ રાઠોડ દ્વારા સરળ શૈલીમાં આ કલા શીખડાવવામાં આવે છે અને કોઇપણ વ્યકિત બે જ કલાકની અંદર ખૂબ જ સુંદર અને કલાત્મક એવી માટીની મૂર્તિ બનાવી શકે છે. અખિલ હિન્દ મહિલા પરીષદ દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ, શેરી શાળા અને સાક્ષરતા પ્રકલ્પ અંતર્ગત આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં વિવિધ સ્વાવલંબન કેન્દ્રોમાં આ પ્રશિક્ષણ આપવામાં આવશે. પ્રથમ તબક્કે ૬૦ જેટલા બાળકોને પ્રશિક્ષિત કરવામાં આવેલ છે. માટીકલા મર્મગ્ન શીલાબેન રાઠોડ આ કલામાં પારંગત છે તેમજ સંપૂર્ણ વિનામૂલ્યે આ સેવા આપે છે. શેરી શાળાના સ્વયંસેવકો રેશ્માબેન તથા ગીતાબેને જહેમત ઉઠાવી હતી.(૧૭.૫૩)  

(4:29 pm IST)