Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

માનવ કલ્યાણ મંડળ દ્વારા હેલ્થ કેમ્પ

 રાજકોટ : માનવ કલ્યાણ સેવા પ્રવૃતિ કરતા 'માનવ કલ્યાણ મંડળ'ના ચેરમેન મુકેશભાઇ મેરજા દ્વારા સેવા યુનિટ મહિલા આશ્રમ ખાતે નિઃશુલ્ક હેલ્થ કેમ્પ મુંજકા ખાતે યોજેલ. સાથે ૧૦૦ વૃદ્ધ વડીલોને લાકડી મફત આપવામાં આવી. મુખ્ય અતિથિ કાલીદાસભાઇ ભાલોડીયા સાથે આ સેવાકાર્યના સહભાગી એવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભનુભાઇ મેતા, સિવિલ હોસ્પિટલનાં આયુર્વેદ વિભાગના અધિકારી ડો. દીનાબેન સોનગ્રા, ડો. રંજીતા મેડમ (એમ.ડી.આયુ.), વિભાબેન મેરજા, ગીતાબેન પટેલ, જયોતિબેન ટીલવા, વર્ષાબેન મોરી, કોશિકભાઇ, ભાવનાબેન આચાર્ય, ઉર્મીલાબેન ગોરિયા, પારુલબેન જોબનપુત્રા, મિતલ પંડયા, નિયતીબેન બધા સાથે મળી આ સેવાકાર્ય દ્વારા સંસ્થાએ ''વૃદ્ધ-ડે-૨૦૧૮''ની અનોખી ઉજવણી કરી હતી.

(4:28 pm IST)