Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

શુક્રવારે ખેલૈયાઓ થીરકશેઃ વેલકમ નવરાત્રી રાસોત્સવ

'નવ ગુજરાત સમય' દ્વારા એક દિવસીય રાસોત્સવનું આયોજન : મુંબઇનું ખ્યાતનામ બામ્બુબીટ્સ અને પાર્થરાજ ગ્રુપના સથવારે રાસોત્સવઃ તૈયારીઓને આખરીઓપ

   રાજકોટઃ તા.૩,ગુજરાતના પ્રિમિયમ અખબાર તરીકે જેની ઓળખ બની છે તે નવગુજરાત સમય દ્વારા રાજકોટ શહેરમાં નવરાત્રી પૂર્વે તા.૫ના   શુક્રવારે સમી સાંજે શહેરના ૧૫૦ રીંગ રોડ પર આવેલ રીયલ મેળાના ગ્રાઉન્ડ પર વેલકમ નવરાત્રી ૨૦૧૮નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. સૌથી મોટા રાસોત્સવનું જયારે કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે શુક્રવારે સમી સાંજ થતા જ સૂરતાલના સથવારે રાસોત્સવમાં રમવા ખેલૈયાઓ પણ આતુર બન્યા છે. રાજકોટ શહેર સાથે જેનો રાસોત્સવમાં વર્ષોથી નાતો છે તેવા મુંબઈના ખ્યાતનામ બામ્બુ બિટ્સ ઓરકેસ્ટ્રાના સંગે નવગુજરાત સમયની વેલકમ નવરાત્રી ૨૦૧૮ યોજાવાની છે ત્યારે આ ઓરકેસ્ટ્રાના ગીરીશ કીર્તિ સહિત કલાવૃંદ પણ રાજકોટના ખેલૈયાઓને સૂર તાલને ધબકારે ગરબાની ૨મઝટ બોલાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.

ગુજરાતના પ્રીમીયમ અખબાર તરીકે જેની ઓળખ બની તેવા 'નવ ગુજરાત સમય' રાજકોટ આવૃત્ત્િ। દ્વારા શકિત આરાધના પર્વે નવલા નોરતાના આગમન પૂર્વે રંગીલા રાજકોટમાં વેલકમ નવરાત્રી ૨૦૧૮નું આયોજન કર્યું છે. આગામી શુક્રવારે સાંજે શહેરના નાનામવા સર્કલ પાસે, સીલ્વર હાઈટ્સ સામે રીયલ મેળાવાળા ગ્રાઉન્ડ ૧૫૦ રીંગ રોડ પર યોજાનાર આ રાસોત્સવની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાય ૨હ્યો છે. જયારે    શહેરમાં એક ડઝનથી વધુ કેન્દ્રો પરથી નવગુજરાત સમયનાં ખેલૈયા પાસ લેવા પણ યુવાધનમાં સારો પ્રતિસાદ રૂપ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.

 નવગુજરાત સમય, આયોજીત વેલકમ નવરાત્રી ૨૦૧૮માં મુંબઈના ખ્યાતનામ અને રાજકોટ સાથે જેના વર્ષોથી નાતો છે તે બાબુ બીટ્સ ઓરકેસ્ટ્રાને સંગ સૂર-તાલ અને સ્વરના સંગમમાં થીરકવા ખેલૈયાઓ આતુર બન્યા છે. જયારે શહેરના જાણીતા ડાંડીયા કીંગ પાર્થરાજ ગઢવી ગ્રુપના સથવારે આ રાસોત્સવમાં મન મુકીને ગરબાની ૨મઝટમાં વિશાળ સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લેનાર છે. જયારે આ વેલકમ નવરાત્રી -૨૦૧૮ના પ્રારંભે શહેરનાં રાજકીય, સામાજીક, શૈક્ષણિક અને ઉદ્યોગજગતના અગ્રણીઓ આ રાસોત્સવમાં હાજર રહેનાર છે. (૪૦.૩)

(4:27 pm IST)