Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

આવી રહી છે આસોની અજવાળી રાત... : ચાલ સાહેલડી ગરબે રમવા

રાજકોટ : ન્યુ ગરબી મંડળ જંકશન પ્લોટ દ્વારા આસો નવરાત્રીના ગરબાનો પ્રારંભ થઇ રહેલ છે. તેમજ તેમાં રાજકોટના જંકશન પ્લોટ, ગેબનશાહ પીર દરગાહ રોડ ઉપર અમો ન્યુ ગરબી મંડળનું ૪૭ વર્ષ (સન ૧૯૭૧)થી સાંસ્કૃતિક પરંપરા મુજબ પ્રાચીન રાસ-ગરબાનું આયોજન કરે છે. મંડળના સ્થાપક તથા સંચાલક સભ્યો સ્વ. દીલાવરસિંહ જાડેજા, સ્વ. દેવીદાસભાઇ ગાંધી, સ્વ. નંદકિશોરભાઇ ત્રિવેદી તેમજ પ્રમુખ ડો. તારાબેન ગાંધી, બહાદુરસિંહજી જાડેજા, મુકુંદભાઇ ગાંધી, સહમંત્રી ભરતભાઇ ગાંધી, દિગ્વિજયસિંહજી જાડેજા, અશ્વિનભાઇ સેદાણી, હરેશભાઇ રાજયગુરૂ તેમજ અમીતભાઇ સેદાણી, મેહુલભાઇ પરમાર વગેરેએ જહેમત ઉઠાવે છે. માતાજીની ઉપાસનામાં વિવિધ રાસમાં મીશ્ર અઠંગા રાસ, મીશ્ર હુડા રાસ, ભાઇઓના પાંચાલી તથા હાલારી રાસ, બહેનોના ડાકલા રાસ, ટીપણી રાસ, ફયુઝન રાસ તેમજ વિવિધ પ્રકારના દાંડીયા તથા તાલીરાસ, દુહા, છંદ તથા લોકગીતો ઉપર રમવામાં આવે છે. ગાયક વૃંદમાં વસંતભાઇ ટીમાણીયા, અશોકભાઇ પંડયા, આશીષભાઇ નાણાવટી તેમજ ગાયક બહેનોમાં શ્રીમતિ લતાબેન ગાંધી, શ્રીમતિ હીનાબેન ઉમરાણીયા, શ્રીમતિ નયનાબેન રાજ્યગુરૂ તથા સંગીતવૃંદમાં ભરતભાઇ ગાંધી, હારમોનિયમ - તબલાવાદક ધીમંતભાઇ તથા પાર્થભાઇ ઉપાધ્યાય તેમજ ઝાંઝ ઉપર અમીતભાઇ તેમજ મયુરભાઇ સેવા આપી રહેલ છે. તેમજ ગરબીમાં સર્વધર્મની બહેનો તથા ભાઇઓની સંખ્યા છે તેમજ રાસ-ગરબામાં ભાગ લે છે. ગરબીમાં રમતા ભાઇઓ તથા બહેનો (બાળાઓ) પાસેથી કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. ફકત ફાળા અને સર્વેના સાથ-સહકારથી જ ગરબાનું આયોજન કરવામાં આવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ નજરે પડે છે.

(4:26 pm IST)