Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

૯ મીએ સમસ્ત સોની સમાજનો રાસોત્સવ

મહિલાઓ દ્વારા સંચાલીત સોની ગર્લ્સ ગ્રુપનું આયોજનઃ ખેલૈયાઓને લાખેણા ઈનામો

રાજકોટઃ  શહેરમાં સૌ પ્રથમ વખત સોની ગર્લ્સ ગ્રુપ (મહીલાઓ) દ્વારા આયોજીત વેલકમ નવરાત્રી સ્વર્ણીકા- ૨૦૧૮નું સમસ્ત સોની સમાજ માટે આયોજન તા.૯ને મંગળવારે સાંજે ૬ થી ૧૦:૩૦ સુધી કાઠીયાવાડ જીમખાનાના મેદાનમાં કરાયું છે.

આ પ્રસંગે બે હજારથી વધુ ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે. તમામ વયજુથનાં ખેલૈયાઓને લાખેણા ઈનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.

આ રાસોત્સવ કુલ ત્રણ ગ્રુપમાં રમાડવામાં આવશે અને પ્રિન્સ- પ્રિન્સેસ તથા વેલડ્રેસ અંતે સરપ્રાઈઝ એમ કુલ ૯૦થી વધુ ઈનામો રાખવામાં આવેલા છે.

આ સ્વર્ણીકા ગરબા- ૨૦૧૮માં સોની સમાજનાં તમામ પરિવાર ભાગ લઈ શકે છે અને આ આયોજનને સફળ બનાવવા સોની ગર્લ્સ ગ્રુપ રાજકોટ જહેમત ઉઠાવી રહયા છે. વધુ માહિતી માટે પ્રિતીબેન રાણપરાનો મો.૯૮૨૪૬ ૧૮૯૮૧ ઉપર સંપર્ક કરવો.

પાસ મેળવવાનું સ્થળઃ ડેન્સિટિ કલીનીક, કરણસિંહજી મેઈન રોડ, એસ.ટી.બસ સ્ટેશન પાછળ સ્ટેટ બેંક ઈન્ડિયાની બાજુમાં રાજકોટ.

આયોજનમાં હીનાબેન માંડલીયા, હર્ષાબેન રાધનપરા, પ્રિતી રાણપરા, ભાવનાબેન ફીચડીયા, મધુબેન રાણીંગા, હિરલ રાણપરા, ચેતના પાટડીયા, વંદના સોની, રીટા રાધનપરા, મીતીકા રાણપરા, અલ્પા પારેખ, ધાવાબેન ચોકસી, ભાવના ચોકસી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:26 pm IST)