Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

શુક્રવારે બાળકો માટે રાસોત્સવ

રાજકોટના ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકારો અને સનરાઈઝ સ્કૂલ દ્વારા : બાલભવનમાં ભુલકાઓ માટે વિનામૂલ્યે આયોજનઃ બેનમૂન લાઇટીંગ વ્યવસ્થા

રાજકોટ,તા.૩: તહેવારોની ઉજવણી કરવા માટે રંગીલા રાજકોટવાસીઓ હંમેશા તૈયાર જ રહે છે અને તેમાં પણ નવરાત્રી હોઈ એટલે વાત જ પૂછવાની ન રહે... રાજકોટના યુવા પત્રકારો અને સનરાઈઝ સ્કૂલના સંયુકત આયોજન સાથે એક દિવસીય નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન તા.૫ના શુક્રવારે શહેરના રેસકોર્ષ સ્થિત બાલ ભવન ખાતે કરવામાં આવ્યું છે. સુંદર બેઠક વ્યવસ્થા સાથે સહ પરિવાર આયોજન માણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણીતા ગરબા ગાયકો અને ૩૦ હજાર વોટની સાઉન્ડ સિસ્ટમ્સ સાથે બેનમૂન લાઈટીંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર આયોજન યુવા પત્રકાર રવિભાઈ ચાવડા, પાર્થભાઈ લાઠીગરા, ભાર્ગવભાઈ હૂંબલ, સંદીપભાઈ હૂંબલ, સુકેતુભાઈ, ધર્મેશભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે. વેલકમ ગ્રુપ આયોજીત એક દિવસના રાસોત્સવ માટે સનરાઈઝ સ્કૂલના દાનાભાઈ હૂંબલ, અમિતભાઈ ચાવડા, મયુરભાઈ લાઠીગરાનું માર્ગદર્શન મળ્યું છે. વધુ માહિતી માટે મો.૯૮૨૪૦ ૦૦૨૦૭ / ૯૮૨૪૫ ૮૭૬૧૩ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:25 pm IST)