Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

તંત્ર તૂટી.. પડશે

પ લાખનો વેરો નહીં ભરનારા બાકીદારોની મીલ્કતો સીલ થશે

પ લાખ સુધીનો વેરો બાકી રાખનારાનાં મિલ્કત ધારકોનું હીટ લીસ્ટ તૈયાર કરવા કમિશ્નર બંછાનિધીનો આદેશ

રાજકોટ,તા.૩: મ્યુનિ.કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાનો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નાં રૂ.૨૫૦ કરોડનાં લક્ષ્યાંક સામે રૂ.૧૩૭ કરોડની આવક થતા રૂ.૫ લાખથી વધુનો વેરો નહી ભરનારા મીલ્કતોધારકોનું હીટ લીસ્ટ તૈયાર કરવા મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ આદેશ આપ્યો છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ  કોર્પોરેશન દ્વારા નવો અમલી બનાવાયેલ કાર્પેટ વેરા ઉપર ૧૦થી ૧૫ ટકા વળતર યોજનાની મુદ્દત ૩૦મી સપ્ટેમ્બરે પૂર્ણ થતા  આ યોજનાનો લાભ શહેરના ૪ લાખ જેટલા રજીસ્ટર્ડ મિલ્કત ધારકો પૈકી માત્ર ૨.૪૩ લાખ જેટલા મિલ્કત ધારકો જ વેરા વળતર યોજનાનો લાભ લઇ એડવાન્સ ટેક્ષ ભરી મહાનગરપાલિકાની તેજોરીમાં રૂ. ૧,૩૭,૧૧,૧૭,૬,૦૯૧ જેવી માતબાર રકમ જમા કરી છે.

મ્યુનિ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા સામાન્ય રીતે દર વર્ષે ઓકટ., અને નવેમ્બર માસમાં રૂ. ૧૦ લાખ થી રૂ.૫ લાખ સુધીનાં બાકીદારોની લીસ્ટ તૈયાર કરી નોટીસ, સીલ તથા મિલ્કત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં  આવે છે. દરમિયાન ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નો રૂ.૨૫૦ કરોડનો મિલ્કત વેરાનો લક્ષ્યાંક પુર્ણ કરવા વેરા શાખાએ ધમધમાટ શરૂ કર્યો છે.

 ત્રણેય ઝોનમાં  રૂ.૫ લાખથી વધુ વેરો નહી ભરનાર મિલ્કત ધારકોનું લીસ્ટ તૈયાર કરી નોટીસ, સીલ સહિતની કામગીરી કરવા મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ વેરા શાખાનાં અધિકારીઓને આદેશ કર્યો છે.

(4:24 pm IST)