Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ભરવાડ સમાજના કૃષ્ણત્વ સભા હોલનું ઉદ્દઘાટનઃ 'દીકરીયુને દાન' યોજનાને આવકાર

રાજકોટ તા. ૩ : ગાંધીજયંતીના પાવન દિવસ રાજકોટ, નાનામવા સર્કલ નજીક આવેલ 'ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ' ખાતે બનાવવામાં આવેલ આધુનિક પ્રકારના 'કૃષ્ણત્વ એસેમ્બલી હોલ'નું ઉદ્દઘાટન ભરવાડ સમાજના ગુરૂ ગાદીપતિ થરાના શ્રી ઘનશ્યામપુરી બાપુના હસ્તે કરવામાં આવેલ. આ હોલના મુખ્ય દાતા ચિમનભાઇ કે.ગમારા, કરણ કન્ટ્રકશન, રાજકોટવાળાનું પણ સન્માન કરવામાં આવેલ. નવો આર.ઓ. પ્લાન્ટ બેસાડવામાં આવેલ તેના દાતાશ્રી સ્વ.વાલીબેન ટોળિયા, જામવાડીના પુત્ર રમેશભાઇ ટોળિયાનું પણ સન્માન કરવામાં આવેલ હતું.

જીપીએસસી દ્વારા પસંદગી પામેલા પોલીસ ઇન્સ્પેકટર સાજન મેર (સાળંગપરડા) તથા વિજય જોગરાણા (રાણપુર)નું પણ વિશિષ્ઠ સન્માન કરવામાં આવેલ. તેમજ હોસ્ટેલની તેજસ્વી વિદ્યાર્થીનીઓ કે જે શૈક્ષણીક વર્ષ ર૦૧૭-૧૮ માં ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ તેવી રપ છોકરીઓને પણ શિલ્ડ અને માળા ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ.

ભરવાડ સમાજની દિકરી હિતેક્ષા રણજીતભાઇ બાંભવા શુટીંગ સ્પર્ધામાં રાષ્ટ્રીય લેવલે ઉત્તમ પ્રદર્શન કરી રહેલ છે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા પ્રોત્સાહિત કરવા આભિર સેન્ટર ફોર એકસલન્સ, અમદાવાદ તરફથી રૂ.એકલાખ અગિયાર હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવેલ આ તકે આભિરના કો-ઓર્ડિનેટર વિનુભાઇ ટોળિયા, એમ.પી.ગમારા, ખેંગારભાઇ રાણગા અને મનોજભાઇ બી.ગમારા ઉપસ્થિત રહેલા હતા

હોસ્ટેલના નિભાવ અને અન્ય કેળવણી પ્રવૃતિના વિકાસ માટે સમાજના નાના-મોટા સર્વેને ભાગીદાર બનાવવાના ઉમદા હેતુથી ઘનશ્યામપુરી બાપુના હસ્તે 'દિકરીયુને દાન' યોજના ખુલ્લી મુકાઇ હતી. આ યોજનામાં એક દાતાએ વર્ષમાં એકવાર રૂ.પંદર હજાર દાન  હોસ્ટેલને આપવાનું આ યોજનાના પ્રતિભાવ રૂપે સમારંભમાં જ ૧પ૧ દાતાઓએ દાન જાહેર કરેલ

સંસ્થા વતી કરણાભાઇ માલધારી દિનેશભાઇ ટોળિયા, અનુલભાઇ કેડી, હિરાભાઇ બાંભવા, જીતુ કાટોડિયાએ યોજનાની સફળતા બદલ આનંદ વ્યકત કરેલો હતો.

નગરાત્રી દરમ્યાન હોસ્ટેલની ૧૬૦ છોકરીઓની ટુર મુંબઇ ખાતે ટ્રેન દ્વારા થઇ રહી છે તે પ્રવાસની સ્પોન્સર કરનાર રામજીભાઇ ખરગીયા તથા કિશોરશભાઇ મેવાડાને યાદ કરાયા હતા. સૌરાષ્ટ્રના અગ્રણીઓ હાજર રહેલા તેવું પ્રવકતા વિજયભાઇ કે. ગમરાએ જણાવેલ.

સમારોહમાં કરણભાઇ માલધારી, દિનેશભાઇ ટોળિયા, અનીલભાઇ રાઠોડ, નાથાભાઇ ટોળિયા, હરીભાઇ ટોટા, હિરાભાઇ બાંભવા, અજાભાઇ ઝાંપડા, નારણભાઇ ટારિયા, લીંબાભાઇ માટીયા, રાજુભાઇ બાંભવા (પડધરી) વિરમભાઇ વકાતર (જામનગર), જામાભાઇ ગેરીયા (સુરેન્દ્રનગર), પ્રો.જીવણભાઇ ડાંગર (ધ્રાંગધ્રા), કરશનભાઇ ધ્રાંગીયા અને રણમલભાઇ ઝાંપડા (જુનાગઢ), કિર્તીભાઇ અને પિયુષ એન.ભરવાડ (અમદાવાદ), રાજુ સરસીયા અને રમેશ ટોયટા (જામ ખંભાળીયા), ભીખાભાઇ પડેહારીયા, જીતુ કાટોડિયા, બાલાભાઇ બોળીયા, ગીરીશભાઇ ગમારા, ભરતભાઇ મકવાણા, પીએસઆઇ કાનમીયા, પુનાભાઇ વકાતર સહીત અનેક આગેવાનો હાજર રહેલા આયોજન ગોપાલક એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી ભરવાડ સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ. અંતમાં આભારવિધિ પણ વિનુભાઇ ટોળિયાએ કરેલ હતી.

(4:23 pm IST)