Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગુરૂવારે ૨૮ દુકાનોની હરરાજી

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ શોપિંગ સેન્ટરનું નિર્માણ : ૯.૪૯થી ૨૩.૭૯ સ્કે.ફૂટ કાર્પેટની રૂ. ૧૪.૨૦ લાખની રૂ. ૧૭.૭૦ લાખ સુધીની અપસેટ પ્રાઇઝ : આ હરરાજીમાં લાભ લેવા જયાબેન ડાંગર - પ્રીતીબેન પનારાનો અનુરોધ

રાજકોટ તા. ૩ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૩માં સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરેલ આવસોમાં બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરની ૨૮ દુકાનોની તા.૧૧ ઓકટો. ગુરૂવારના રોજ હરરાજીનો લાભ લેવા જયાબેન હરીભાઈ ડાંગર, એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરે અનુરોધ કરેલ છે.

આ અંગે જયાબેન અને પ્રીતીબેનએ જણાવ્યું હતું કે, આ જાહેર હરરાજીમાં ભાગ લેનાર ઇસમે સ્થળ ઉપર રૂ.૧,૦૦,૦૦૦ અથવા 'રાજકોટ મહાનગરપાલિકા'ના નામના બેંક ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડીપોઝીટ ભરનાર ઇસમ જ હરરાજીમાં ભાગ લઇ શકશે. માંગણી નામંજુર થયે ડીપોઝીટની રકમ સદરહુ સ્થળ ઉપર જ પરત આપવામાં આવશે. તેમજ હરરાજીમાં ભાગ લેનાર દરેક ઇસમે બોલીનો બોલ રૂ.૧૦,૦૦૦ના રાઉન્ડ ફિગરમાં જ બોલવાનો રહેશે અને જે ઇસમની છેવટની ઉંચી બોલી મંજુર થાય તેવા ઇસમે દુકાનની કુલ કીમતના ૨૫% રકમ રોકડેથી અથવા રાજકોટ સ્થિત બેંકના ચેકથી સ્થળ ઉપર જ ભરપાઈ કરવાની રહેશે. જેમાં ગ્રાઉન્ડ ફલોરની દુકાનોની અંદાજીત રકમ રૂ.૧૭,૭૦,૦૦૦ તેમજ ફર્સ્ટ ફલોરની દુકાનોની અંદાજીત રકમ રૂ.૧૪,૨૦,૦૦૦ રાખવામાં આવેલ છે. જેમાં દુકાન નં.૦૮માં કાર્પેટ એરિયા ૯.૪૯ તેમજ બાકી દુકાનોમાં કાર્પેટ એરિયા ૨૩.૭૯ રાખવામાં આવેલ છે.(૨૧.૨૩)

(4:05 pm IST)