Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કિશન પાર્ક પાસેથી છકડો રિક્ષામાંથી દારૂની ૧૦૮ બોટલ જપ્તઃ વિજય બોરીચાની શોધ

રાજકોટ તા. ૩ : દોઢસો ફુટ રોડ પર રાધે હોટલ પાછળ કિશન પાર્કમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી છકડો રીક્ષામાંથી દારૂની ૧૦૮ બોટલ જપ્ત કરી હતી. જયારે ચાલક નાશી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એસ.વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ. ગઢવી, હેડ કોન્સ. હર્ષદસિંહ, નગીનભાઇ ડાંગર, અશોકભાઇ ડાંગર તથા દિવ્યરાજસિંહ ઝાલા સહિત રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. અશોકભાઇ ડાંગર અને નગીનભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે ૧પ૦ ફુટ રીંગ રોડ પર રાધે હોટલ પાછળ કિશન પાર્ક શેરી નં.૩ ના ખુણેથી જીજે ૧૦ ટીડબલ્યુ-૧૦૩૩ નંબરની છકડો રીક્ષામાંથી રૂ.૪૩,ર૦૦ ની કિંમતની દારૂની ૧૦૮ બોટલ કબજે કરી હતી. જયારે છકડો ચાલક વિજય ખોડા બોરીચા (રહે. જશરાજનગર રાધે હોટલ પાછળ) નાશી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

(4:01 pm IST)