Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

મનસુખભાઇએ પૈસા વાપરવા ન આપતાં પુત્ર સુનિલ અને ભાઇ ભૂપતે ધોકાવ્યા

રૈયાના આધેડ હોસ્પિટલના બિછાનેઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩: રૈયા ગામમાં સ્મશાન પાસે રહેતાં મનસખુભાઇ સવશીભાઇ રાઠોડ (ઉ.૪૭)ને તેના જ પુત્ર અને ભાઇએ પૈસા બાબતે ડખ્ખો કરી ધોકાથી માર મારી ગાળો ભાંડતા ફરિયાદ થઇ છે.

મનસુખભાઇ રાઠોડ પગમાં ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીએસઆઇ એન. બી. ડાંગરે મનસુખભાઇની ફરિયાદ પરથી તેના પુત્ર સુનિલ રાઠોડ અને ભાઇ ભૂપત સવશીભાઇ રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. મનસુખભાઇના કહેવા મુજબ પોતાની પાસે પુત્ર અને ભાઇએ વાપરવા માટે પૈસા માંગતા ના પાડતાં બંનેને સારું ન લાગતાં ઉશ્કેરાઇ ગયા હતાં અને મારકુટ કરી ભાગી ગયા હતાં. પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

(4:01 pm IST)