Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કાલથી રાજકોટમાં ભારત - વિન્ડીઝ ટેસ્ટ જંગ

ભારતીય ટીમ ટોચનું સ્થાન જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે : સવારે ૯:૩૦ થી મેચનો પ્રારંભ : સ્ટાર સ્પોટ્ર્સ પરથી પ્રસારણ : રાજકોટમાં ક્રિકેટફીવર : ચેતેશ્વર પૂજારા - રિવન્દ્ર જાડેજાનું હોમગ્રાઉન્ડ સતત બીજા દિવસે આકરા તાપમાં મેદાનમાં પરસેવો પાડતા ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો

રાજકોટ, તા.૩ : ખંઢેરી સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુરુવારથી બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ભારતીય ટીમ આ શ્રેણીમાં કેટલાક નવા ખેલાડીઓને તક આપી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના રન મશીન કહેવાતા ચેતેશ્વર પુજારાનું આ હોમ ગ્રાઉન્ડ છે.

એશિયા કપમાં આરામ આપવામાં આવ્યા બાદ કેપ્ટન કોહલી ફરીથી ટીમમાં સામેલ થઈ ગયો છે. જયારે ટેસ્ટ શ્રેણીમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.

ભારતીય સમય પ્રમાણે સવારે ૯ કલાકે ટોસ થશે અને ૯.૩૦ કલાકથી મેચનો પ્રારંભ થશે.

મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી જોઈ શકાશે. જયારે હોટ સ્ટાર પરથી સ્ટ્રિમિંગ નીહાળી શકાશે.

ભારત ટોચનું સ્થાન જાળવી રાખવા ઊતરશે

નંબર વન ટેસ્ટ ટીમ ભારત ગુરુવારથી વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમવા ઊતરશે ત્યારે તેનું લક્ષ્ય ટોચનું સ્થાન જાળવી રાખવા પર રહેશે. ભારતીય ટીમ ૧૧૫ પોઇન્ટ સાથે પ્રથમ નંબરે છે. જો ભારતીય ટીમ ૨-૦થી સિરીઝ જીતે તો પણ તેને માત્ર એક પોઇન્ટનો ફાયદો મળશે કારણ કે, બંને ટીમો વચ્ચે રેટિંગ પોઇન્ટનું દ્યણું અંતર છે. બીજી તરફ જો ભારતીય ટીમ ૦-૨થી મેચ હારી જાય તો તેના ૧૦૮ પોઇન્ટ થઈ જશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સામે ૨-૦થી સિરીઝ જીતે તો તે ભારતને પાછળ છોડી નંબર વન બની શકે છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૨-૦થી સિરીઝ જીતે તો પણ તે આઠમા સ્થાને જ રહેશે.(૩૭.૪) (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રેન્કીંગમાં ભારતના ટોચના સ્થાનને ખતરો

વેસ્ટ ઈન્ડિઝ ૨-૦થી સીરીઝ જીતી જાય અને ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનને હરાવીને ટેસ્ટમાં નંબર વન ટીમ બની શકે

કિરણ મોરેએ રિષભ પંતને આપી વિકેટકીપીંગની ટિપ્સ

યુવા વિકેટકીપર - બેટ્સમેને ઈંગ્લેન્ડમાં ૭૬ રન બાયમાં આપ્યા હતા જેને જોતા ત્રણ દિવસ સુધી બેંગ્લોરમાં અપાઈ સ્પેશ્યલ ટ્રેનીંગ

(4:00 pm IST)