Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

પીજીવીસીએલ દ્વારા બિનપરંપરાગત ઉર્જા સપ્તાહ ગાંધી જયંતિએ વિશાળ રેલી : ૬ ઓકટો. સુધી ચાલશે

પીજીવીસીએલ દ્વારા ઉર્જા સપ્તાહ અને ગાંધી જાગૃતિએ લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુસર રેલી નીકળી તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૩ :  પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ દ્વારા મહાત્મા ગાંધી જન્મજયંતિના ૧પ૦ વર્ષને અનુલક્ષીને કર્મચારીઓ અને સમાજમાં બિન પરંપરાયત ઉર્જાના વપરાશ માટે માહિતી સર્તકતા આવે તે હેતુથી તા. ૧ ઓકટોબર ૪ થી ૬ ઓકટોબર દરમ્યાન બિન પરંરાગત ઉર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

ઉર્જા સપ્તાહની ઉજવણીના પ્રથમ સોપાન તરીકે પ.ગુ.વિ. કાું. લિ.ના અધિકારી- કર્મચારી સમુદાય દ્વારા સમાજમાં વિજ બચત તથા વિજ અકસ્માત નિવારણ અંગે લોકજાગૃતિ કેળવાય તે હેતુ થી રેલીનું આયોજન કરાયેલ હતું. બી.કે. પંડયા (માનનીય મેનેજીંગ ડાયરેકટર) કોર્પોરેટ ઓફિસ દ્વારા લીલીઝંડી આપી રેલીનું પ્રસ્થાન થયેલ હતું. સદરહ રેલીનમાં જે.જે. ગાંધી સાહેબ (મુખ્ય ઇજનેર), એચ.પી. કોઠારી (મુખ્ય ઇજનેર), કોર્પોરેટર ઓફિસ, રાજકોટ તથા પી.એન. વ્યાસ (અધિક્ષક ઇજનેર) શહેર વર્તુળ કચેરી, રાજકોટ આ રેલીમાં ઉપસ્થિત રહેલ. શહેર વર્તુળ કચેરી, રાજકોટ એ ભાગ લીધેલ હતો. સમગ્ર રેલી લક્ષ્મીનગર ખાતે શહેર વર્તુળ કચેરીના પટ્ટાંગણથી શરૂ થઇ નાના મવા રોડ-રાજનગર ચોક -અશોક ગાર્ડન- ઉમાકાંત- પંડિત ઉદ્યોનગર-રાધાનગર રોડ જેવા જાહેર માર્ગો પરથી પસાર થયેલ હતી.

બિનપરંપરાગત ઉર્જા સપ્તાહ નિમિત્તે પ. ગુ. વિ. કાું. લિ. હેઠળની તમામ કચેરીઓમાં કર્મચારીઓ દ્વારા બિન પરંપરાગત ઉર્જા અંગેની પ્રતિજ્ઞા -જુદા -જુદા સ્થળો ઉપર વીજ બિનપરાંગત ઉર્જા અંગેનું નિર્દેશન, માર્ગદર્શન તથા પેમ્પલેટ વિતરણ, કર્મચારીઓ માટે બિનપરાંગત ઉજા સુત્રોની હરીફાઇ શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા-નિબંધ સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

(3:53 pm IST)