Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

રઘુવંશી પરિવાર રાસોત્સવમાં યુવા નારીઓનો અભૂતપુર્વ ઘસારોઃ મહિલા અગ્રણીઓ ખડે પગે...

રાજકોટઃ અકિલા રઘુવંશી પરિવાર દ્વારા પ્રથમવાર રાસોત્સવનું આયોજન થતાં જેમ જેમ દિવસો પસાર થતા જાય છે, તેમ તેમ ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધતો જાય છે. નવરાત્રીના હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહયા છે, ત્યારે છેલ્લા થોડા દિવસોમાં સમાજની યુવા નારીઓનો અભૂતપુર્વ ધસારો જોવા મળેલ છે. આ ધસારાને પહોંચી વળવા સમાજના તેમજ પરિવારના મહિલા અગ્રણીઓ ટીમ સાથે ખભે ખભા મીલાવીને આયોજનને સફળ બનાવવા માટે યોજનાબધ્ધ કાર્યક્રમો ઘડી રહયા છે.

સમાજમાં પોતાનું એક આગવું સ્થાન ધરાવતા રઘુવંશી પરિવારના રાસોત્સવના આ આયોજનમાં રઘુવંશી સમાજના દરેક વર્ગના  લોકો ભાગ લેવા માટે અતિ ઉત્સુક છે. ગુજરાતના સુપ્રસિધ્ધ ભરત મહેતા પ્રસ્તુત મેડ મ્યુઝિક ઓરકેસ્ટ્રા તેમજ રીધમ કીંગ-હાર્દિક મહેતા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફકત અને ફકત રઘુવંશી સમાજના ખેલૈયાઓ માટે મેટલ ડમ સોલોના સંગાથે (ઉંબરે ઉભી  સાંભળુ રે બોલ વાલમના...., ઘરમાં સુતી સાંભળું રે બોલ વાલમના...),(કીન ખાબી કાપડની કોરરે... રાજ કોયલ બોલે...), (સોના વાટકડી રે, કેસર ઘોળ્યા વાલમીયા...), (અંબા આવો તો રમીએ... અમને રમતાંના અમે રમીને બતાડીએ...), (રાધા ઢુંઢ રહી, કીસીને મેરા શ્યામ દેખા...) નિત નવાં પરિધાન અને નિત -નવા સ્ટેપ દ્વારા  તારા નારી યુવા ધન ઝુમી ઉઠશે, ત્યારે આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠશે,અને જોનારા દંગ રહી જશો અને એ ત્યારે આકાશમાં ચંદ્ર  સોળે કળાએ ખીલી ઉઠશે. અને જોનારા દંગ રહી જશે. અને એક ઉદ્ગાર નીકળશે, વાહ રઘુવંશી પરિવાર વાહ...

  આ આયોજનમાં રઘુવંશી પરિવારની યુવા ટીમ  પરેશભાઈ વિઠલાણી, કૌશિકભાઈ માનસતા, રાજુભાઇ પોપટ, કલ્પેશભાઇ તન્ના, કલ્પેશભાઈ બગડાઈ, મેહુલભાઈ નથવાણી, ઉમેશભાઈ સેદાણી, વિમલભાઈ વડેરા, અશ્વિનભાઇ જોબનપુત્રા, પિન્ટુભાઇ માણેક, જતીનભાઈ દક્ષીણી, હાર્દિકભાઇ રૂપારેલ, વિપુલ કારીયા, હીરેન કારીયા, વિપુલભાઇ મણિયારની સાથે રઘુવંશી મહિલા અગ્રણીઓ શિલ્પાબેન પુજારા, શિતલબેન બુધ્ધદેવ, તરૂબેન ચંદારાણા, રત્નાબેન સેજપાલ, મનિષાબેન ભગદેવ, કલ્પનાબેન વિઠલાણી તેમજ પ્રિતીબેન પાઉં, છાયાબેન રૂપારેલ, ચાંદનીબેન માનસતા, ડીમ્પલબેન હિન્ડોચા, જસ્મીનાબેન વસંત, કિર્તીબેન ગોટેચા, કિરણબેન કેસરીયા, શોભનાબેન બાટવીયા, રીમાબેન મણિયાર, શિતલબેન નથવાણી, નયનાબેન પોપટ, તૃપ્તિબેન તન્ના, રિધ્ધીબેન બગડાઈ, અમીબેન સેદાણી, તૃપ્તિબેન નથવાણી, અલ્કાબેન ખગ્રામ, નયનાબેન ચોટાઈ, બ્રિન્દાબેન લાખાણી, તૃપ્તિબેન રાજવીર, કિંજલબેન પાબારી, હિનાબેન કારીયા, જલ્પાબેન કારીયા, પારૂલબેન જોબનપુત્રા, દિવ્યાબેન અનડકટ, કદમબેન બુધ્ધદેવ, હેતલબેન જોબનપુત્રા, જીજ્ઞાબેન મહેતા, શિતલબેન વિઠલાણી, જલ્પાબેન અઢીયા જહેમત ઉઠાવી રહયા છે.

(3:53 pm IST)