Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

હોકર્સ ઝોનનો ચાર્જ નહિ ભરનાર સાવધાન : સોમવારથી તંત્ર ધોકો પછાડશે

તા.૧થી ૧૦ સુધીમાં માસિક રૂ. પ૦૦નો ચાર્જ મ્યુનિ. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા વસુલવામાં આવે છે : ૭ દિ'માં ૩૪ રેંકડી-કેબીન, ૩૮ અન્ય ચીજવસ્તુઓ, તથા ૧૧૮૬ બોર્ડ-બેનરો હટાવાયા : ૧.૧પ લાખનો દંડ

રાજકોટ, તા. ૩ : મ્યુનિ. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા હોકર્સ ઝોનમાં માસિક ચાર્જ રૂ. પ૦૦/- તા. ૧થી ૧૦ સુધીમાં ભરવાનો થાય છે, પરંતુ અમુક હોકર્સ ચાર્જ ભરતા નથી એવું ધ્યાનમાં આવતા તા. ૧૦ સુધીમાં જે હોકર્સે ચાર્જ ભરેલ નહિ હોય તેની રેંકડી જપ્ત કરી હોકર્સ ઝોનમાંથી નામ રદ કરવા સુધીની કાર્યવાહી દબાણ હટાવ શાખા દ્વારા કરવામાં આવશે. તેમજ છેલ્લા ૭ દિ'માં શહેરના રાજમાર્ગો પર નડતર  ૩૪ રેંકડી-કેબીન, ૧૧૬૮ બોર્ડ બેનર સહિત કરી રૂ. ૧.૧પ લાખનો દંડ વસુલ્યો હતો તેની દબાણ હટાવ શાખા આસી. મેનેજર બી.બી. જાડેજાએ જણાવ્યું હતું.

આ અંગે દબાણ હટાવ શાખાના આસી. મેનેજર બી.બી. જાડેજાના જણાવ્યા પ્રમાણે મ્યુનિ. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા તા. ર૩ સપ્ટેમ્બરથી તા. ૧ ઓકટોમ્બર સુધીમાં શહેરના મુખ્ય રાજમાર્ગો પર નડતરરૂપ ૩૪ રેંકડી-કેબીન, ૩૮ અન્ય ચીજવસ્તુ તથા ૪૮૮ કિલો શાકભાજી-ફળ, પ૦ કિલો ઘાસચારો  જપ્ત કરવામાં આવ્યું હતું.

જયારે રેસકોર્ષ રીંગ રોડ, ત્રિકોણ બાગ સહિતના વિસતારમાંથી ૧૧૮૬ બોર્ડ-બેનરો હટાવાયા હતા. તેમજ રૂ. ૧.૧પ લાખનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો તેમ અંતમાં જણાવાયું હતું.(૮.ર૦)

(3:52 pm IST)