Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ વિવિધ કાર્યક્રમો યોજાયા

રાજકોટ : શ્રી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે તા. ૨ ઓકટો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માધ્યમિક શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથે સવારે મહાત્મા ગાંધી હાઇસ્કુલ (આલ્ફ્રેડ હાઇસ્કુલ)થી જયુબેલી બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કરેલ અને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, માર્કેટ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ કમિટી ચેરમેન અંજનાબેન મોરજરીયા, શિશુ કલ્યાણ કમિટી ચેરમેન રૂપાબેન શીલુ, કાયદો અને નિયમો કમિટી ચેરમેન શિલ્પાબેન જાવિયા,પ્લાનિંગ કમિટી ચેરમેન અનિતાબેન ગોસ્વામી, બાગ બગીચા અને ઝું કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર, કોર્પોરેટર મીનાબેન પારેખ, દુર્ગાબા જાડેજા, વર્ષાબેન રાણપરા, રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ તેમજ મ્યુનીસીપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૨૧)

(3:50 pm IST)