Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કાઠીયાવાડ જીમખાના બેડમિન્ટન ખેલાડીઓની સિદ્ધિઓ

રાજકોટ કાઠીયાવાડી જીમખાનામાં બેડમિન્ટનની તાલીમ લઈ રહેલ અનુષ્કા કોરાટ (ખેલ મહાકુંભ યુ-૧૭ ફર્સ્ટ), ધ્રુવી ઢોલરીયા (ખેલ મહાકુંભ યુ-૧૭ સેકન્ડ), વિરાજ સાપરીયા (યુ-૧૯ સ્કૂલ ગેમ ફર્સ્ટ), અભિ પારેખ (યુ-૧૭ ફર્સ્ટ - સીટી), ઓમ ઢોલરીયા (યુ-૧૭ સેકન્ડ રૂરલ), રોનીત સંઘવી (યુ-૧૪ ખેલ મહાકુંભ સીટી-'પાંચ' જે આગામી દિવસોમાં બરોડા રાજ્ય કક્ષાએ રમવા જશે. પલક વરસાણી (સૌરાષ્ટ્ર યુનિ. અને ખેલ મહાકુંભ-રૂરલ ફર્સ્ટ સિંગલ મિકસ ડબલ્સ બીજા), સોનાલી બૌવા (સૌરાષ્ટ્ર યુનિ. ચોથા ખેલ મહાકુંભ ડબલ બીજા), જે આગામી દિવસોમાં આંતર યુનિવર્સિટી આકોલા, મહારાષ્ટ્ર રમવા જશે. ધવલ સાપરીયા (સૌરાષ્ટ્ર યુનિ ત્રીજા) જે આંતર યુનિ. માટે પસંદગી પામેલ છે જે પૂણે, મહારાષ્ટ્ર આગામી દિવસોમાં રમવા જશે. હેમાંગ ઠુંમ્મર (ખેલ મહાકુંભ-રૂરલ સિંગલ ત્રીજો મહિલા ડબલ ફર્સ્ટ), શ્વેતા રાખોલીયા (ખેલ મહાકુંભ-રૂરલ મહિલા ડબલ ફર્સ્ટ મિકસ ડબલ ત્રીજો) રાજ્ય કક્ષા માટે પસંદગી પામેલ છે. અબોવ - ૬૦માં પ્રકાશભાઈ ઠક્કર ફર્સ્ટ તથા ડી.કે. વ્યાસ અને પ્રકાશભાઈ ઠક્કર અબોવ-૬૦ ડબલમાં ફર્સ્ટ આવ્યા. ડી.કે. વ્યાસ અબોવ-૬૦માં ત્રીજા સ્થાને આવ્યા. ઉપરોકત ખેલાડીઓ શ્રી હારૂનભાઈ સુમરા પાસે તાલીમ લે છે.(૨-૨૧)

(3:44 pm IST)