Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ડુંગર-હીર મહામહિલા મંડળના ઉપક્રમે તા. ૬-૭ અધિવેશન : મહિલાઓ માટે અનેકવિધ કાર્યક્રમો

ડુંગર દરબારમાં ૩૦૦૦ બહેનોનું ૧૧મું મહિલા સંમેલન

રાજકોટ, તા. ૩ : શ્રી રોયલપાર્ક ઉપાશ્રયમાં ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ અને પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે ૭૫ સંત-સતીજીઓના સમૂહ ચાતુર્માસમાં અનેકવિધ નવા કાર્યક્રમો અને આયોજનો બાદ દિવ્ય સ્વરૂપા, પ્રગટ પ્રભાવી, નીડરવકતા પૂજય શ્રી ધનકુવરબાઈ મહાસતીજીના રજત સ્મૃતિ વર્ષ પ્રારંભ ઉપલક્ષે ડુંગર દરબારમાં તા.૬ અને ૭ બે દિવસીય ભારતના સમસ્ત સ્થાનકવાસી જૈન શ્રી ડુંગર-હીર મહામહિલા મંડળના ઉપક્રમે 'નારીશકિત શંખનાદ'- ૧૧માં મહિલા સંમેલન અંતર્ગત સવારે ૭ થી સાંજના ૭ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બે દિવસીય નારીશકિત શંખનાદ અધિવેશનમાં ૬ ઓકટોબર, શનિવારે સવારે ૭ થી ૮કલાક ધ્યાનસાધના બાદ ૯ થી બપોરે ૧૨ કલાક દરમ્યાન શ્નસંબંધનો શ્વાસ- વિશ્વાસશ્ન, વિશ્વાસ આધારિત આ સંસારમાં એકબીજા પ્રત્યેનો વિશ્વાસ ઓછો થઈ જાય છે ત્યારે સંબંધોમાં કેવી રીતે કડવાશની વાસ આવી જાય છે, આ વિષય પર વધારે પ્રકાશ આપતા રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રી પ્રવચન ફરમાવશે તથા પ્રસિદ્ઘ વકતાઓ દ્વારા આ વિષય પર સંબોધન કરવામાં આવશે. બપોરે ૧.૩૦ થી સાંજે ૫.૩૦ કલાક દરમ્યાન મહિલાઓની આંતરીક પ્રતિભાને ખીલવવા માટે બગડેલા સંબંધો ને સુધારવાના ઉપાયો વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે તા. ૭  રવિવારે સવારે ૭ થી ૮ કલાકની ધ્યાનસાધના બાદ ૯.૩૦ થી ૧૨.૩૦ કલાક દરમ્યાન સબંધોની વાસ અને સુવાસ વિષય પર અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ  સંબંધોના તાણાવાણાની ગૂંચવણ ઉકેલવા, સંસાર તરફ લઈ જનાર સંબંધો  કેવી રીતે અધ્યાત્મના માર્ગે આગળ લઈ જનાર પરમ નિમિત બની શકે તેનુ માર્ગદર્શન મેળવવા માટે બપોરના ૩.૦૦ થી ૫.૦૦ કલાક દરમ્યાન રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના શ્રીમુખેથી અનોખી સંબંધોથી સિધ્ધત્વની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

અધિવેશનના અણમોલ અવસરનો લાભ દરેકને મળે તે હેતુથી રાજકોટના સર્વ મહિલાઓને આ શિબિરમાં જોડાવા માટે શ્રીસંધે આમંત્રણ પાઠવ્યું છે.

 વધારે માહિતી માટે  પ્રગતિબેન શેઠ (૮૪૦૯૬૬૪૧૭૦) અને પ્રવિણાબેન દોશી (૭૮૭૪૧૦૫૬૪૬)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (૯.૧૭)

(3:42 pm IST)