Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ડેંગ્યુ-મેલેરિયા સહિત તાવના રરપ કેસ : તંત્ર ઉંધામાથે

શહેરભરમાં મચ્છરોનો ઉપદ્રવ : રોગચાળો અટકાવવામાં તંત્ર વામણું સાબિત થઇ રહ્યાની ફરીયાદોઃ મેલેરિયા વિભાગે દવા છંટકાવ અને દંડ ફટકારવાની કામગીરીના આંકડા રજૂ કર્યા

મેલેરિયા વિભાગના કર્મચારીઓ રોગચાળો અટકાવવા દવા છંટકાવ સહિતની કામગીરી કરી રહેલા તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૩ : શહેરમાં છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી મચ્છરજન્ય રોગચાળો કેન્ગ્યુ-મેલેરિયા વકરી રહ્યો છે અને છેલ્લા અઠવાડિયામાં શહેરભરમાંથી સત્તાવાર રીતે ડેન્ગ્યુ-મેલેરિયા સહિત અન્ય તાવના રરપ જેટલા દર્દીઓ નોંધાતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર ઉંધામાથે થઇ ગયું છે.

આ અંગે આરોગ્ય અધિકારીએ જાહેર કરલા છેલ્લા ૧ અઠવાડિયાના રોગચાળાના આંકડાઓ મુજબ છેલ્લા અઠવાડિયામાં સામાન્ય શરદી-ઉધરસ-તાવના ૧પ૩, ડેેન્ગ્યુ અને મેલેરિયાના ર૭, ટાઇફોઇડના ૩ તથા અન્ય તાવના ર૯ એમ આ તમામ મળી તાવના કુલ રરપ જેટલા દર્દીઓ નોંધાયા છે.

ડેન્ગ્યુના જે ર૧ કેસ નોંધાયા છે તેમાં જીવંતીકાનગર, જંકશન પ્લોટ, ઓમનગર, ડો. ભીમરાવ આંબેડકરનગર, ઘનશ્યામનગર, વિષ્ણુ વિહાર, સોમનાથ સોસાયટી, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર, રૈયા ધાર, જયનગર, બજરંગવાડી, આર્યનગર સહિતના શહેરમાં લગભગ વિસ્તારો ડેન્ગ્યુની લપેટમાં આવી ગયાનું નોંધાયું છે.

દરમિયાન મેલેરિયા વિભાગે મચ્છરોના રોગચાળાને કાબુમાં લેવા માટે ૧૦,૦૦૦ મકાનોમાં ફોંગીંગ કરી અને ગંદા પાણીના ખાડામાં દવા છંટકાવ કરાયાનું તેમજ મચ્છરોના ઉપદ્રવ સબબ પ,૭૦૦નો દંડ વસુલ કરાયાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

આમ આરોગ્ય અને મેલેરિયા વિભાગ હજારો મકાનોમાં દવા છંટકાવ સહીતની કામગીરી કર્યાનું જાહેર કરી રહ્યું છે, પરંતુ આ માત્ર કાગળો જ હોવાનુ રોગચાળાો કાબુમાં લેવામાં તંત્ર વામણું સાબીત થઇ રહ્યાની લોક ફરિયાદ ઉઠવા પામી છે.

ઉપરોકત તમામ કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીની સુચના અનુસાર ઇ.ચાર્જ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ઇસ્ટ ઝોન ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન ડો. હિરેન વિસાણી, ડેઝીગ્રેટેડ ઓફીસર અમિત પંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા ઇન્સ્પેકટરો ભરતભાઇ વ્યાસ, દિલીપદાન નાંધુ, પીનાકીન પરમાર તથા ફૂડ ઇન્સ્પેકટરો ચન્દ્રકાંત ડી. વાઘેલા, હિમાંશુ જી. મોલિયા , કૌશિક જે. સરવૈયા, કેતન એમ. રાઠોડ તેમજ રાજુલ આર. માર દ્વારા કરવામાં આવી હતી.

(3:38 pm IST)