Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગણેશજીના વિવિધ સ્વરૂપ તો તેમને પ્રિય મોદકની પણ અનેક વેરાઇટી

ચોકલેટ, માવા, બ્રાઉની સહિતની નવી ફલેવરના મોદકની વધુ ડિમાન્ડ

મુંબઇ, તા. ૩ : શહેરમાં ઉજવાતા ગણેશ ઉત્સવની ઉજવણીમાં વિવિધ થીમ સાથે પ્રસાદ પણ થીમ બેઝ થઇ ગયો છે. સમયની સાથે શ્રીજીને ધરાવવામાં આવતાં પ્રસાદમાં પણ હવે જાત જાતની વેરાઇટી દેખાઇ રહી છે. પહેલાં માત્ર ચૂરમાના લાડુ-મોદકનો પ્રસાદ હતો, પરંતુ હવે મોદક પણ ફલેવર્ડ વાળા બની ગયા છે. ફલેવર્ડવાળા મોદકની ડિમાન્ડ વધતા જાતજાતની ફલેવર્ડના મોદક બની રહ્યા છે. મોદક સાથે હોમ મેડ ચોકલેટના મોદકની પણ  રિમાન્ડ જોવા મળી રહી છે.

શહેરમાં મીઠાઇની દુકાન ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે પહેલા અમે ગણેશ ઉત્સવમાં માત્ર ચૂરમાના મોદક બનાવતા હતા, પરંતુ મંડળવાળાઓ અન્ય કરતાં કોઇક જુદું કરવાની ઇચ્છા રાખતા હોવાથી અમે મીઠાઇની જુદી જુદી ફલેવર્ડના મોદક બનાવીને તેનું વેચાણ કરીએ છીએ. અત્યારે અમારે ત્યાં૧૦થી ૧ર જાતના  મોદક બનાવી તેનું વેચાણ થઇ રહ્યું છે. હરિતાબહેન શાહે જણાવ્યું હતું કે, અમારે ત્યાં ગણેશ ઉત્સવ દરમિયાન ચોકલેટ મોદકની ડિમાન્ડ વધુ રહે છે. ગણેશ મંડળમાં અન્ય પ્રસાદ સાથે મોદકના પ્રસાદનું મહત્વ ઘણું રહેલું હોય છે તેથી ગણેશ મંડળો દ્વારા મંડપથી થીમ સાથે પ્રસાદ પણ અલગ થીમ પર રાખતા હોવાથી ફલેવર્ડ મોદકની  ડિમાન્ડમાં વધારો થયો છે. નાના મોદક સાથે શ્રીજીના હાથમાં મૂકવા માટે મોટા એક કિલોના મોદક પણ ઓર્ડરથી બને છે. મોટાભાગના મંડળવાળા પહેલા દિવસે આ મોદક મૂકે છે.

જયારે કેટલાક લોકો પોતાની આરતી હોય કે ભોગ હોય ત્યારે મોટા એક કિલોના મોદક મૂકતા હોય છે. ગણેશ ઉત્સવ હોવાથી અનેક મંડળો મોટા એક કિલોના મોદક માટે એડવાન્સ બુકીંગ કરાવતા હોય છે. શ્રીજીના મોદક મોંઘા પણ  બન્યા છે. સાદા પેંડાના બનતા મોદકમાં  ફલેવર્ડ ઉમેરી ૪૦૦ રૂપિયે કિલો વેચાય છે. તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરાય ત્યારે ભાવ રૂ. ૯૦૦ પહોંચે છે. હોમ મેઇડ ચોકલેટના મોદક રૂ.  ૮૦૦થી ૧૦૦૦ પ્રતિ કિલો અને મિકસ મોદક રૂ.૪પ૧ પ્રતિ   કિલો વેચાય છે.

ગણેશ ભગવાનને જો તેમની પ્રિય વસ્તુ પ્રસાદના રૂપમાં ધરાવવામાં આવે તો તેઓ જલદી પ્રસન્ન થઇ જાય છે. જયારે પણ  ગણેશજીની પૂજા અર્ચના થાય છે તો તેમને સૌથી પહેલા મોદકનો ભોગ લગાવવામાં આવે છે. ગણેશજીને સૌથી પ્રિય મોદક છે ચોકલેટ, માવા મોદક,  કાજુ મોદક, મોદક,  પિનટ સ્ટફિંગ મોદક, ચોકોવાલા મોદક, રવા મોદક બ્રાઉનની કેક મોદક ચોખા મોદક ડ્રાયફૂટ મોદક વગેરે અવનવી વેરાઇટી બજારમાં ઉપલબ્ધ છે.

(3:58 pm IST)