Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં યુવક મહોત્સવ''નવરંગ'' સંપન્ન

રાજકોટઃ વી.વી.પી. હરહંમેશા વિદ્યાર્થીઓ માટે કંઇક નવુ અને અનોખુ કરવામાં મોખરે રહ્યુ છે. જે અંતર્ગત 'નવરંગ-૨૦૧૯' બીજો યુવક મહોત્સવ યોજાયો. જેમાં લિીટરેચર, મ્યુઝિક, ડાન્સ, થિયેટર, ફાઇન આર્ટસ, ફોટોગ્રાફી કલબના ૪૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ અલગ-અલગ ૩૫ થી વધુ સ્પર્ધામાં ભાગ લીધો. સ્પર્ધાની વ્યવસ્થા માટે ઈવેન્ટ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ વિશે આચાર્ય ડો. જયેશભાઇ દેશકર જણાવ્યુ હતુ કે દરેક વિદ્યાર્થીઓમાં ક્ષમતા રહેલી છે. જો તેને વ્યવસ્થિત માર્ગદર્શન મળી રહે અને તેનો આત્મવિશ્વાસ વધારવામાં આવે તો તે સફળતાના શિખરો સર કરી શકે છે

સ્પર્ધાનુ આયોજન આચાર્ય ડો. જયેશભાઇ દેશકરની માર્ગદર્શન હેઠળ ડો. ઉર્જાબેન માંકડ, પ્રો. પૂજા ઘોડાસરા, પ્રો. હાર્દિક પંડ્યા, પ્રો. હાર્દિક હિંડોચા, પ્રો. નિવિદ લીંબાસીયા, પ્રો. સાહિલ યાજ્ઞિક, પ્રો. શેસેની ક્રિષ્ટી, પ્રો. નિમિષા પટેલ, ધિરેન્દ્રભાઇ જાદવ, ચિરાગભાઇ માલવી, પ્રો. સ્નેહા પંડ્યા તથા પ્રો. અમિત પાઠકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરી સફળ આયોજન કરેલ. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરે અભિનંદન પાઠવેલ હતા.

(3:42 pm IST)