Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

નવી પશ્ચિમ મામલદાર કચેરીનું ઉદ્ઘાટન થાય તે પહેલા કપાતની નોટીસ!

કોર્પોરેશને નોટીસ ફટકારીઃ લોકાપર્ણ વધુ એક વખત મૂલવી રહે તેવી શકયતા

રાજકોટ,તા.૩: રાજકોટની પશ્વિમ મામલતદાર કચેરી હાલ જુની કલેકટર કચેરીના બેસે છે, પરતું આ કચેરી માટે કાલાવાડ રોડ ઉપરના નામવા સર્વે નં.૧૨૩ પૈકીની જમીન ઉપર એ માળની ૭૫૦૦ચો.મી જમીન ઉપર અદ્યતન કચેરી બનાવાઇ છે. આ કચેરીનું રાજ્યના મુખ્યમંત્રી  શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ૧૧ મીએ લોકાપર્ણ યોજાનાર છે.

પરંતુ જોશ જાત્રોબે અને છાશ દાગોળ એ કહેવત મુજબ આ અદ્યતન નવી મામલતદાર કચેરીનું લોકાપર્ણ થાય તે પહેલા જ, રાજકોટ મ્યુ કોર્પોરેશને પશ્વિમ મામતલદાર તંત્રને નવી મામલતદાર કચેરીનું ૧૦-૧૦ફુટ કપાત અંગે નોટીસ ફટકારના સન્નાટો પ્રસરી ગયો છે.

RMCએ પેલા પણ નોટીસ ફટકારી છે. કે હેેહેવી ચોકથી પ્રેમમંદિર સુધી ગૌરવ પથ નીકળે છેે. અને તે સંદર્ભ નોટીસ અપાઇ છે.

લોકાપર્ણ પહેલા જ આવો ખેલ થતાં મામલતદાર તંત્રે આ નોટીસ માર્ગ-મકાનને ફોરવર્ડ કરી છે, અને આનું શંુ કરવું, તથા લોકાપર્ણ થાય તે પહેલા કેમ તોડફોડ કરવી તે પશ્ન  ઉઠાવ્યો છે. અધિકારી સુત્રો એવું પણ ઉમેરી રહ્યા છે કે જો કપાતની બાબત બંને તો નવી મામલતદાર  કચેરીનું વધુ એક વખત લોકાપર્ણ મૂલત્વી રહે તેવી શકયતા છે.

  અત્રે એ નોંધનીય છે કે નવી પશ્વિમ મામલદાર કચેરીનું જમન, મેજીસ્ટ્રીયલ, રજીસ્ટ્રી, જનસેવા, ઇ-ધરા, મતદાર સીટ, ૧૦ તલાટી રૂમ સહિત વગેેરે શાખા બેનશે.આ ઉપરાંત સીટી સર્વે-૧ કચેરી પણ ત્યાં ટ્રાન્સફર થશે.

૧૧ મીએ મુખ્યમંત્રીના હસ્તે ઢગલાબંધ લોકાપણો છે જેમાં નવી કલેકટર કચેરીમાં બનેલા નવા કલાસ્ટેશન,અદ્યતન ગાર્ડનીંગ, બે સ્ક્રીન, સ્માર્ટ સીટીનું ખાતમુહૂર્ત વોર્ડ નં. ૧૦માં હોલનું ઉદ્ધાટન વિગેરે મુખ્ય છે.

(3:32 pm IST)