Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સામા કાંઠે ગાળો દેવાની ના પાડતાં મહેશને ધનાએ માથામાં કડુ માર્યુ

રાજકોટ તા.૩: સામા કાંઠે સંત કબીર રોડ ગોકુલનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને ચાંદી કામ કરતાં મહેશ મગનભાઇ સરવૈયા (ઉ.૨૧) નામના કોળી યુવાનને આવાસના ગેઇટ પાસે હતો ત્યારે આ વિસ્તારના ધના ભરવાડે આવી માથામાં કડુ ફટકારતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મહેશના ભાઇ ભરતના કહેવા મુજબ મહેશ ટુવ્હીલર લઇને સાઇડમાં ઉભો હતો ત્યારે ધનો તેનું વાહન લઇને આવ્યો હતો અને સાઇડમાં હોવા છતાં ડખ્ખો કરી ગાળો ભાંડતાં ગાળો દેવાની ના પાડતાં ચડભડ થઇ હતી. એ પછી મહેશ ઘર પાસે હતો ત્યારે ધનાએ આવી હુમલો કર્યો હતો.

ચુનારાવાડમાં અશ્વિનને આકાશ, વિક્કીએ ધોકાવ્યો

ચુનારાવાડ-૫માં રહેતાં અશ્વિન અશોકભાઇ સોલંકી (ઉ.૨૭)ને ઘર પાસે હતો ત્યારે આકાશ અને વિક્કીએ ધોકાથી માર મારતાં સિવિલમાં દાખલ થયો હતો.

(1:17 pm IST)