Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

નેગોશીએબલના કેસમાં એક વર્ષની સાદી કેદની સજા

રૂ.૨,૦૩,૫૦૦ વળતર ૬૦ દિવસમાં ચૂકવો : જો વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ ૬ માસની સાદી કેસની સજાનો હુકમ ફરમાવતી અદાલત

રાજકોટ, તા.૩ : ફરીયાદીએ આરોપીને મિત્રતાના સંબંધના નાતે આપેલ હાથ ઉછીની રકમની ચૂકવણી પેટે આરોપીએ આપેલ ચેક રીટર્ન થતા તે અંગેનો કેસ અત્રેની કોર્ટમાં દાખલ કરેલ. ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના કેસમાં એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૨,૦૩,૫૦૦નો વળતર પેટે દિન-૬૦માં ચૂકવવાના જો વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ ૬ માસની સાદી કેસની સજાનો હુકમ ફરમાવતા ચેક રીટર્નના આરોપીઓમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કિસ્સાની ટૂંકમાં વિગત એવી છે કે ફરીયાદી અને આરોપી જીજ્ઞેશભાઈ મેઘજીભાઈ કેસુરીયા રહે :- એસ.પી. પાર્ક, ૫૦ ફૂટનો રોડ, રણછોડદાસ બાપુના આશ્રમ પાછળ, કુવાડવા રોડ, રાજકોટવાળાને મિત્રતાના સંબંધના નાતે હાથ ઉછીના રૂ.૨,૦૩,૫૦૦ આપેલા જે રકમ ચૂકવવા આરોપીએ ફરીયાદીને રૂ.૨,૦૩,૫૦૦નો ચેક આપેલ. સદરહુ ચેક આરોપીએ ફરીયાદીને આપ્યો ત્યારે એવુ પાકુ, વચન અને ખાત્રી આપેલ કે તેમના ખાતાવાળી બેંકમાં સદરહુ ચેક જમા કરાવશે એટલે તેમને ચેકમાં જણાવેલ રકમ મળી જશે. આથી ફરીયાદીએ આરોપીના જણાવ્યા મુજબ ચેક પોતાની બેંકમાં રજૂ કરતા ચેક વગર વસૂલાતે પરત ફરેલ. આથી ફરીયાદીએ તેમના એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ તેમ છતા આરોપીએ કાયદાની જોગવાઈ મુજબ સમય મર્યાદામાં ચેકની રકમ ફરીયાદીને ન આપતા ફરીયાદીએ તેમના એડવોકેટ મારફતે અત્રેની કોર્ટમાં ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ. જે ફરીયાદમાં ફરીયાદીના એડવોકેટ ભુપેન્દ્ર ટી. ગોહેલ દ્વારા સુપ્રિમ કોર્ટ તેમજ હાઇકોર્ટની ઓથોરીટીઓ ટાંકી ધારદાર દલીલ કરી રજૂઆત કરેલ કે આરોપીએ આપેલ ચેક કાયદેસરના લેણા પેટે આપેલ હતો જે ચેક વગર વસૂલાતે પરત ફરતા આરોપીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગુન્હો કરેલ છે. રાજકોટના નામદાર તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૨,૦૩,૫૦૦નો વળતર પેટે દિન - ૬૦માં ચૂકવવાના. જો વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ ૬ માસની સાદી કેસની સજાનો હુકમ ફરમાવેલ છે.

હાલની ફરીયાદમાં ફરીયાદી વતી રાજકોટના જાણીતા એડવોકેટ કિશન એમ. પટેલ, ભુપેન્દ્ર ટી. ગોહેલ, શકિતસિંહ એન. ગોહિલ તથા જયદીપસિંહ બી. રાઠોડ રોકાયેલા છે.

(1:14 pm IST)