Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

બપોર બાદ રાજકોટના ૪૯માં કલેકટર તરીકે ચાર્જ સભાળતા રેમ્યા મોહન

શિસ્તના ભારે આગાહીઃ સૌરાષ્ટ્રમાં પહેલુ પોસ્ટીંગઃ કચ્છથી બપોરે રાજકોટ આવી પહોંચતા વર્તમાન કલેકટરે સ્વાગત કર્યું

રાજકોટ તા. ૩ :.. રાજકોટમાં ૪૯મા કલેકટર તરીકે ર૦૦૬ની બેચના અને કેરળના વતની શ્રી રેમ્યા મોહનની નિમણુંક થતા તેઓ આજે બપોર બાદ રાજકોટ કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો ત્યારે કલેકટર કચેરી ખાતે વર્તમાન કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ તેઓને આવકારી શૂભેચ્છાઓ આપી હતી તે સમયની તસ્વીર.

રાજકોટ : આજે બપોરે ૪ વાગ્યે રાજકોટના ૪૯માં કલેકટર તરીકે શ્રી રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો હતો. વર્તમાન કલેકટર ડો.રાહુલ ગુપ્તા પાસેથી ચાર્જ સંભાળી રાજકોટ શહેર જિલ્લાની તમામ પ્રાથમિક માહિતી મેળવી હતી. શ્રી રેમ્યા મોહન બપોરે ૩:૪૫ વાગ્યે સર્કીટ હાઉસ આવી પહોંચ્યા ત્યારે તેમને એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડ્યા, સીટી પ્રાંત - ૧ શ્રી ચૌહાણ વગેરેએ આવકાર્યા હતા. ત્યારબાદ તેઓ સીધા કલેકટર કચેરીએ આવ્યા હતા અને સીટીસી ભરી રાજકોટના ૪૯માં કલેકટર તરીકે શ્રી રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો હતો. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટના કલેકટર ડો. રાહુલ ગુપ્તાની ઔદ્યોગીક કમીશ્નર તરીકે નિમણુંક થતા તેમના સ્થાને કચ્છથી શ્રી રેમ્યા મોહન મુકાયા છે, તેઓ શિસ્તના ભારે આગ્રહી હોવાનું અને સામાન્ય લોકોનું પણ કામ ફટાફટ થાય. તેના ખાસ આગ્રહી હોવાનું કહેવાય છે.

આ પહેલા તેઓ વલસાડ કલેકટર, સુરત ડીડીઓ તરીકે ચાર્જ સંભાળી ચૂકયા છે, રાજકોટમાં સૌ પ્રથમ કામ મતદાર યાદી અપ-ટુ-ડેટ બને, અને ફાઇલો-તુમારનો નીકાલ, કલેકટર કચેરીમાં ૧૧ મીએ યોજાનાર કલા સેન્ટરનું લોકાર્પણ - ગાર્ડનીંગનું લોકાર્પણ વિગેરે ખાસ રહેશે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) 

(4:16 pm IST)