Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વરસાદ થંભી જતા તરણેતરના મેળામાં જમાવટઃ એસટીને બખ્ખાઃ ૫૦ એકસ્ટ્રા બસો દોડી

સાંજ સુધીમાં ૭૦થી વધુ બસો દોડાવાશેઃ સવારથી ૭ ડેપો ઉપર ટ્રાફીક

રાજકોટ, તા. ૩ :. તરણેતરના મેળામાં રાજકોટ એસ.ટી. ડિવીઝન દ્વારા ૧૫૦થી વધુ એકસ્ટ્રા બસો મુકાઈ છે, પરંતુ તા. ૧ના રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ટ્રાફીક નહીવત થતા ગઈકાલ માંડ ૩૦થી ૪૦ એકસ્ટ્રા બસો દોડી હતી પરંતુ બપોર બાદ મેઘરાજા થંભી જતા ગઈકાલ સાંજથી જ ટ્રાફીક વધ્યો છે અને આજ સવારથી રાજકોટ, ચોટીલા, હળવદ, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા ડેપો ઉપર તરણેતર જવા ચિક્કાર ટ્રાફીક હોય સવારમાં જ ઉપરોકત ૬ ડેપો ઉપર થઈને કુલ ૫૦ એકસ્ટ્રા બસો દોડાવાઈ છે અને સાંજ સુધીમં ૭૦ થી ૮૦ એકસ્ટ્રા બસો દોડાવાશે તેમ ડિવીઝનલ નિયામકશ્રીએ જણાવ્યુ હતું.આજે તરણેતરના મેળામાં કુસ્તીની સ્પર્ધા યોજવામાં આવી છે અને તે સાથે ગ્રામીણ રમતોત્સવ પૂર્ણ થશે. આ વખતે વિદેશી સહેલાણીઓ બહુ ઓછા આવતા પ્રવાસન વિભાગને વ્યવસ્થા માથે પડી છે. આ વખતે વરસાદને કારણે ગ્રામ પંચાયત દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી તેના ઉપર પણ વિપરીત અસર જોવા મળી હતી.

(11:33 am IST)