Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

આજી ડેમમાં નવા નિરના વધામણાઃ મેયર બીનાબેન, અંજલીબેન સહીતના પદાધિકારીઓએ ચૂંદડી-નાળિયેર ફુલ-પધરાવ્યા

સૌની યોજનામાંથી ડેમમાં પાણી ઠાલવવાનું બંધ કરાયૂં

આજી ડેમ ઓવર ફલો થતા આજે બપોરે મેયર બીનાબેન આચાર્ય, શ્રીમતી અંજલીબેન, વિજયભાઇ રૂપાણી, મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડે. મેયર અશ્વિનભાઇ મોલિયા, શાસક નેતા દલસુખ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, અને મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ ડેમમાં નાળિયેર, ચુંદડી, ફુલ પધરાવી નવા નીરને વધાવ્યા હતા તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર : શહેરીજનોના હૈયે વસતા આજી(૧)માં ગઇરાતે નવા નીરથી  આવક થતા આજે સવારે આ ડેમ ઓવરફલો થતા મેયર બીનાબેન આચાર્ય ત્થા મુખ્યમંત્રીના પત્ની અને ભાજપ મહીલા  મોર્ચાના અગ્રણી અંજલીબેન રૂપાણી સહીતના પદાધિકારીઓએ ડેમમાં નાળિયેર ચૂંદડી અને ફુલ પધરાવીને ડેમમા નવા નીરને વધાવ્યા હતા.

આ અંગેની વિગત મુજબ રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૃં પાડતા આજી-૧ ડેમમાં નવા નીરની ભરપુર આવક થતા બે વર્ષ બાદ આજરોજ સવારે આજી-૧ ડેમ ઓવરફલો થયો હતો. જેના અનુસંધાને આજે મેયર બિનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, મ્યુનિસીપલ કમિશનર બંછાનીધી પાની, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઇ પરમાર, ભાજપ અગ્રણી વંદનાબેન ભારદ્વાજ, કૈલાસબેન ભંડેરી વિગેરે દ્વારા શાસ્ત્રોકત વિધીથી ચૂંદડી, પુષ્પ, શ્રીફળ પધરાવી, આજી ડેમમાં નવા પાણીના વધામણા કરવામાં આવેલ.

નીતિન ભારદ્વાજ - કમલેશ મીરાણી ઉદય કાનગડે શુભેચ્છા પાઠવી

દરમીયાન શહેરને પીવાનું પુરૂ પાડતા આજી-૧ ડેમ આજરોજ ભરાઇ જતા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડએ ખુશી વ્યકત કરેલ. ચાલુ વર્ષે પીવાના પાણીની સમસ્યા મેઘરાજાએ હલ કરી દીધેલ છે તેમ જણાવી નગરજનોને શુભેચ્છા પાઠવી હતી.

કુલ ર૯ ફુટની ઉંડાઇ ધરાવતા આજી-૧ ડેમ ગત જુલાઇ ર૦૧૭માં ઓવરફલો થયેલ. ચાલુ વર્ષે મેઘરાજાની અસીમ કૃપાથી આજે ફરી ૧પમી વખત ઓવરફલો થયેલ છે. આજી ડેમમાં ઉનાળાની ઋતુમાં અને ચોમાસા દરમ્યાન પણ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠાલવવામાં આવતું. નર્મદાનું પાણી ઠાલવ્યા બાદ બાકી રહેતી સપાટી ગત રાત્રીના મેઘરાજાની કૃપા થતા વહેલી સવારે ડેમ ઓવરફલો થયેલ છે. આજી ડેમ ઘણા વર્ષો જૂનો હોઇ, રાજકોટના નગરજનોના હૃદયમાં સ્થાન ધરાવતા આજી-૧ ડેમ ઓવરફલો થાય ત્યારે ખૂબ આનંદની લાગણી વ્યકત કરે છે.

આજી-૧ ડેમની કુલ ક્ષમતા ૯૧૭ એમ.સી.એફ.ટી. પાણીના જથ્થાની છે. તેમાં નર્મદા પાઇપલાઇન મારફત પ૭૭ એમ.સી.એફ.ટી. ઠાલવવામાં આવેલ. જયારે બાકી ૩૪૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો મેઘરાજાની કૃપાથી ઠાલવતા, ડેમ પૂરો ભરાઇ ગયેલ છે.

(4:20 pm IST)