Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

જુગારના ત્રણ દરોડામાં ૩.૨૩ લાખની મત્તા સાથે ૨૪ પત્તાપ્રેમીઓ પકડાયા

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા, એસીપી બી. બી. રાઠોડની ટીમે જૂગારની પ્રવૃતિ બંધ કરાવવા સુચના આપી હોઇ તે અંતર્ગત શહેર પોલીસે ચાર દરોડા પાડી રૂ. ૩,૨૩,૭૨૦ના મુદ્દામાલ સાથે ૨૪ પત્તાપ્રેમીઓને પકડ્યા હતાં.

માલવીયાનગર પોલીસનો લક્ષ્મીનગરઅ ને ઉમાકાંત નગરમાં દરોડો

માલવીયાનગર પોલીસે લક્ષ્મીનગર-૧માં લાલજી દિનેશભાઇ ઝીંઝુવાડીયાના મકાનમાં દરોડો પાડી તેને તથા મહિપત વલકુભાઇ બસીયા (ઉ.૨૮-રહે. દાસીજીવણપરા), રતિલાલ અરજણભાઇ સરવૈયા (ઉ.૪૪-રહે. લક્ષ્મીનગર), ધવલ કનૈયાલાલ મહેતા (ઉ.૨૪-રહે. શ્યામનગર), દેવો બાબુભાઇ અગેચણીયા (ઉ.૨૭-શ્રહે. સાધુ વાસવાણી રોડ આવાસ કવાર્ટર), રવિ કનૈયાલાલ મહેતા (ઉ.૧૯-રહે. લક્ષ્મીનગર આવાસ કવાર્ટર) તથા જમીલ શાહબુદ્દીન અંસારી (ઉ.૧૮-રહે. લક્ષ્મીનગર કવાર્ટર)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૯૨૪૦ની રોકડ કબ્જે લીધી હતી.

આ ઉપરાંત ઉપરોકત ટીમે બીજો દરોડો ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર-૫માં પાડી પંકજ ઘનશ્યામ પ્રસાદ, રાજુસિંગ બુધ્ધેવસિંગ ઠાકુર, રાહુલસિંગ સુરસિંગ ઠાકુર અને સોનુ રામકુમાર ગોૈતમને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૩૬૩૦ની રોકડ કબ્જે લીધી હતી. પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, હેડકોન્સ. રાહીદભાઇ, કોન્સ. દિલીપસિંહ જાદવ, હરપાલસિંહ જાડેજા, મુકેશભાઇ લોખીલ, ભાવેશભાઇ ગઢવી, મયુરસિંહ જોજા, કુલદીપસિંહ જાડેજા સહિતે દરોડો પાડ્યો હતો.

ભકિતનગર પોલીસનો બાલાજી પાર્કમાં દરોડો

જ્યારે ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ બાલાજી પાર્ક મેઇન રોડ પર રહેતાં સંદિપ ભુદરભાઇ દેત્રોજાના ઘરમાં દરોડો પાડી તેને તથા મહેશ બાબુભાઇ રૈયાણી (રહે. લક્ષ્મીનગર-૪), સંજય જસમતભાઇ કાકડીયા (રહે. ઓમતિરૂપતી બાલાજી પાર્ક), નિલષ્ેા મનસુખભાઇ ખુંટ (રહે. લક્ષ્મણનગર-૫) અને રણછોડ લક્ષમણભાઇ સુવાગીયા (રહે. ભવનાથ પાર્ક-૨)ને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૭૨૩૦ની રોકડ કબ્જે લીધી હતી. આ દરોડામાં પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત જોડાયા હતાં.

બી-ડિવીઝન પોલીસે ગણેશનગરમાથી ૪ પકડ્યા

બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ ગણેશનગર-૧ના ખુણે દરોડો પાડી જાહેરમાં તિનપત્તી રમતાં હિતેષ ખીમજીભાઇ ખીમસુરીયા (ઉ.૨૫), હર્ષદ લખુભાઇ પરમાર (ઉ.૨૬), શૈલેષ વિરજીભાઇ ચાવડા (ઉ.૩૫)ને પકડી લઇ રૂ. ૮૨૦૦ કબ્જે લીધા હતાં. એએસઆઇ કે. યુ. વાળા, હરપાલસિંહ વાઘેલા સહિતે દરોડો પાડ્યો હતો.

કુવાડવા પોલીસનો ગવરીદળમાં સાગર પટેલની વાડીમાં દરોડોઃ ૫૨,૫૫૦ની રોકડ સાથે ૮ને પકડ્યા

જ્યારે કુવાડવા રોડ પોલીસે ગવરીદળ ગામે સાગર શીવાભાઇ અજાણીની વાડીમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતાં દરોડો પાડી સાગર તથા અશોક જેન્તીભાઇ ગજેરા, કિશોર પરબતભાઇ તાલપરા, હરેશ આંબાભાઇ ગજેરા, હિતેષ ભાદાભાઇ ગજેરા, મુકેશ ભવાનભાઇ રામાણી, ગિરીશ જસમતભાઇ ગજેરા અને ધર્મેશ છગનભાઇ કમાણીને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૫૨,૫૫૦ રોકડા, ૭ નંગ ફોન રૂ. ૪૬૫૦૦ના તથા બે બાઇક મળી કુલ રૂ. ૨,૭૯,૦૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પી.આઇ. એ. આર. મોડીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, એએસઆઇ આર. કે. ડાંગર, હીરાભાઇ, મનિષભાઇ, હિતેષભાઇ માલકીયા, કૃષ્ણદેવસિંહ જાડેજા, સિરાજભાઇ ચાનીયા, હરેશભાઇ સારદીયા સહિતે દરોડો પાડ્યો હતો.

(11:20 am IST)