Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

રાજકોટના ગોરસ લોકમેળામાં આરોગ્ય વિભાગનો સપાટોઃ ખાણીપીણીના ૧૭ સ્ટોલમાંથી ૮૪પ કીલો અખાધ સામગ્રીનો નાશઃ ૬૭ વેપારીઓને ટેમ્પરરી ફુડ લાયસન્સ : બરફગોલા, અને જયુશ પાર્લરમાંથી એસન્શ અને કેમીકલ યુકત સિરપ નાશ કરાયો

રાજકોટઃ  અહીંના રેસકોર્સ મેદાનમાં કલેકટર તંત્ર દ્વારા આયોજીત ગોરસ લેાકેમેળામાં મ્યુનિસપીલ કોપોરેશના આરોગ્યઅધિકારી ડો. રાઠોડના માર્ગદર્શન હેઠળ ખાણીપીણીના ૧૭ જેટલા સ્ટોલમાં ચેકીંગ હાથ ધરી અને બાફેલા બટેટા, સડેલા લીંબુ, શાકભાજી, રાંધેલો વાસી ખોરાક, ભાત, રોટલી, પાઉભાજી, સેન્ડવીચ વગેરે સહીત ૮૪પ કીલો અખાધ ખોરાકનો નાશ કરાયો હતો.

આ ઉપરાંત મેળામાં આવેલા આઝાદ આઇસ ગોલાના સ્ટોલમા઼થી રપ૦ લિટર કેમીકલ યુકત સીરપનો તથા  ર૦૦ કીલો બિનઆરોગ્યપ્રદ જયુશનો નાશ કરાયો હતો.તેવી રીતે શ્રીનાથ જયુશપાર્લરમાંથી એસન્શ વાળું પાઇનેપલ સીરપ ૭૮ લિટર  તથા પ૦૦ મીલી. એસન્શનો નાશ કરાયો હતો. તથા  ૧૮ જેટલા સ્ટોલ ધારકોને આરોગ્યના નિયમોનું પાલન કરવા નોટીસ આપવામાં આવેલી હતી. તેમજ ૬૭  સ્ટોલ ધારકોને ટેમ્પરરી ફુડ લાઇસન્સ આપવામાં આવ્યા હતા.

આરોગ્યની ટુકડી દ્વારા ખાધપદાર્થોની આરોગ્યપ્રદ સ્થિતિ, પ્રતિબંધીત કલર, કૃત્રિમ સેકરીનનો ઉપયોગ આજીનો મોટો વગેરેનો ખાધ પદાર્થોમાં ઉપયોગ અંગે તથા ડીસ્પોઝેબલ ડીશ તથા ડસ્ટબીનની વ્યવસ્થા સહીતની બાબતોએ ચેકીંગ કરવામાં આવ્યું હતુ. આ ચેકીંગમાં આરોગ્ય અધિકીરી ડો. રાઠોડ, ડેજીગ્નેટેડ ઓફીસર અમીત પંચાલ, ફુડ સેફટી ઓફીસર રાજુલ પરમાર, કેતન રાઠોડ, ધવલ સોલંકી વગેરે જોડાય હતા.

(2:26 pm IST)