Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

શ્રીમતી જયાલક્ષ્મી જટાશંકર પાઠક પ્રા.શાળા નં. ૧૯ના તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલ બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાયું

રાજકોટ : રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ 'સૌનો સાથ, સૌનો વિકાસ' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઇ કાલ તા.૧ શ્રીમતી જયાલક્ષ્મી પાઠક પ્રા. શાળા નં.૧૯ના નવનિર્માણ પામેલ બિલ્ડીંગનું તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ કાર્યક્રમમાં જોડાયા હતા.આ અવસરે, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા, ડે.કમિશનર આશિષ કુમાર, કોર્પોરેટર તથા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે ઉપસ્થિત રહેલ.

(3:58 pm IST)