Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મનપા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ 'અન્નોત્સવ' કાર્યક્રમ યોજાયો

રાજકોટ : ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા વિવિધ સેવાકીય કાર્યો અને જુદાજુદા વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખામુહુર્તના સિલસિલા હેઠળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે તા. ૩ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ 'અન્નોત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શહેરના વેસ્ટ ઝોનમાં પૂ.  પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી  નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ, કમિશનર અમિત અરોરા, નગર પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેન  અતુલભાઈ પંડિત, શહેર ભાજપ મહામંત્રી  નરેન્દ્રસિંહ ઠાકુર, ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર  ભાનુબેન બાબરીયા, નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ વગેરે  ઉપસ્થિતિમાં તથા સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર ૧૪ માં  રાણીંગા વાડીમાં મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ  ઉદયભાઈ કાનગડ, પૂર્વ મેયર  રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ  વીરેન્દ્રસિંહ ઝાલા, તથા નાયબ મ્યુનિ. કમિશનર  ચેતન નંદાણી, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ તથા ઈસ્ટ ઝોનમાં  અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે ધારાસભ્ય  અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી  કિશોરભાઈ રાઠોડ, નાયબ મ્યુનિ. કમિશનર  આશિષ કુમાર, સ્થાનિક કોર્પોરેટરઓ ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાયો હતો.પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે તેમના ઉદબોધનમાં સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના સહિતની અન્ય યોજનાઓથી પણ લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે કાર્યક્રમનું સંચાલન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર દીપ્તિબેન આગરિયાએ કર્યું હતું. આ અવસરે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને અન્ન બેગ અર્પણ કરવામાં આવી હતી. 

(3:47 pm IST)