Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કાર્યકર્તામાંથી કોર્પોરેટરનું નિર્માણ થાય છેઃ વિજયભાઇ સાથે ભાજપના કોર્પોરેટર તેમજ શિક્ષણ સમિતિ સદસ્યોની બેઠક યોજાઈ

રાજકોટઃ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  ઘ્વારા  શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સદસ્યો સાથે બેઠક યોજાયેલ હતી. આ બેઠકમાં  ભાજપના કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સદસ્યો સહીતના ઉપસ્થિત રહયા હતા. આ બેઠકમાં વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે કાર્યકર્તામાંથી કોર્પોરેટરોનું નિર્માણ થાય છે. શિક્ષણ સમિતિના સદસ્યોને માર્ગદર્શન આપતા વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે શહેરમાં સરકારી શાળાઓનંંંુ સ્તર ઉંચુ આવી રહયુ છે ત્યારે વધુને વધુ વિદ્યાર્થીઓઓ સરકારી શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરે, સરકારી શાળાઓ હાઈટેક બને અને વિદ્યાર્થીઓ આ સરકારી શાળાઓમાં અભ્યાસ કરી પોતાના ભવિષ્યને ઉજજવળ બનાવે તે માટે શિક્ષણ સમિતિ સદસ્યોને માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. આ બેઠકમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ,  ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, ભાનુબેન બાબરીયા, ડો. દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, વીનુભાઈ ઘવા, સુરેન્દ્રસિહ વાળા, અતુલ પંડીત સહીતના ઉપસ્થિત રહી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું બુકે અને શીલ્ડથી સન્માન કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ બેઠકનું સંચાલન જીતુભાઈ કોઠારીએ કર્યુ હતું તેમજ સ્વાગત પ્રવચન ડો.પ્રદિપ ડવે કર્યુ હતું.

(3:46 pm IST)