Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ફટાકડા ફોડી આતાશબાજી કરી વકીલો દ્વારા બંનેની નિમણુંકને આવકારી...

ભાજપ લીગલ સેલના સંયોજક તરીકે નિમાયેલ અંશ ભારદ્વાજ અને સી.એચ.પટેલનું વિવિધ બાર એસો. દ્વારા સન્માન કરાયુ

રાજકોટ : ભાજપ લીગલ સેલના સંયોજક તરીકે નિમાયેલ અંશ અભયભાઇ ભારદ્વાજ અને રેવન્યુ બારના સી.એચ.પટેલનું ફુલહાર કરીને સન્માન કરતા વકીલો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ,તા. ૩: પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ સી.આર.પાટીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા રાજકોટ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી નીતિનભાઈ ભારદ્વાજ તેમજ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અરવિંદભાઈ રૈયાણીની લાખાભાઈ સાગઠીયા અને હોદ્દેદારો દ્વારા રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ સંયોજક તરીકે રાજકોટ શહેરના અંશ અભયભાઈ ભારદ્વાજ, રેવન્યુ વિભાગના પ્રમુખ જી.એચ.પટેલ બંને ની નિમણૂક થતા રાજકોટ બાર સંઘના પ્રમુખશ્રી બકુલભાઈ રાજાણી, પ્રદેશ ભાજપ લીગલ સેલના દિલીપભાઈ પટેલ હિતેષભાઇ દવે તેમજ રેવન્યુ બાર એસોસિયેશન, ક્રિમિનલ બાર એસોસિયેશન,distrik બાર એસોસિયેશનના પ્રમુખ એન.આર.જાડેજા, ક્રાઈમ બાર એસોસિએશન, ભાજપ લીગલ સેલ ,નોટરી બાર એસોસિયેશન,તેમાં એ.જી.પી. મહિલા એડવોકેટ,પડધરી બાર ના પ્રમુખ કોટક અને મોટી સંખ્યામાં વકીલો ઇ બંને નવનિયુકત હોદેદારોનું સન્માન કરેલું હતું

પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ સી.આર.પાટીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ સંયોજક તરીકે યુવા વકિલ અને બ્રહ્મ સમાજના અગ્રણી અંશભાઇ ભારદ્વાજ અને રેવન્યુ બાર એસોસિયેશનના પ્રમુખ સી.એચ. પટેલની શહેર ભાજપ લીગલ સેલમાં સંયોજક તરીકે નિમણૂક થતા  રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસિયેશન, રાજકોટ રેવન્યુ બાર એસોસિયેસન, રાજકોટ ક્રિમીનલ બાર એસોસિયેશન, રાજકોટ કલેમ બાર એસોસિયેશન અને રાજકોટ નોટરી બાર એસોસિયેશનના વકીલો દ્વારા મો મીઠા કરાવી અને ફટાકડા ફોડી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અંશ અભયભાઈ ભારદ્વાજ, રેવન્યુ વિભાગના પ્રમુખ જી.એચ.પટેલની નિમણૂક થતા રાજકોટ બારના પ્રમુખ બકુલભાઈ રાજાણી, પ્રદેશ ભાજપ લીગલ સેલના દિલીપભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. 

(3:42 pm IST)