Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જિલ્લા પંચાયતની જગ્યાની 'તાકાત' કેટલી ? નવી ઇમારત બાંધતા પૂર્વે 'માપ' કઢાશે

નવા ભવન નિર્માણનું પેપર વર્ક આગળ વધ્યુ : સોઇલ ટેસ્ટીંગ ટેન્ડર

રાજકોટ, તા. ૩ :  જિલ્લા પંચાયત કચેરીમાં હાલની મુખ્ય ઇમારત પાછળના ભાગમાં નવી ઇમારત બાંધવાની પ્રાથમિક કામગીરી ચાલી રહી છે. પંચાયતના પ્રમુખ ભૂપત બોદરના સપના સમાન નવા ભવન નિર્માણનું પેપર વર્ક આગળ વધ્યુ છે.

સદરહું જમીન પર પાંચ માળની આધુનિક ઢબની નવી ઇમારત બાંધવાની કલ્પના છે. આ અંગે સરકારમાં દરખાસ્ત કરાયેલ. કયાંથી નવી ઇમારતના સ્થળનું ભૂમિ પરીક્ષણ કરવાનુ઼ જણાવાતા પંચાયતે તે અંગેની ટેન્ડર પ્રક્રિયા કરી છે. નવી ઇમારતના માપ અને ડીઝાઇનના આધારે જમીનની ક્ષમતા માપવામાં આવશે. ક્ષમતા મુજબ બાંધકામ સામગ્રી વાપરવામાં આવશે. રૂ. ર૯ કરોડનો અંદાજિત ખર્ચ છે. પ્લાન નકકી થયા બાદ બાંધકામ માટેની ટેન્ડર પ્રક્રિયા થશે. દિવાળી આસપાસ બાંધકામ શરૂ થવાની ધારણા છે. 

(3:41 pm IST)