Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાજકોટ માહિતી ખાતાએ ગઈકાલે મુખ્યમંત્રીના ૧૦ કાર્યક્રમોની વિગતો વિજળી ઝડપે આપી

તમામ મેટર-ફોટા સમયસર પૂરા પાડી દરેક પ્રેસને જાણ કરાઈ..

રાજકોટ, તા. ૩ :. રાજકોટમાં ગઈકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ઢગલાબંધ કાર્યક્રમો હતા, સવારે ૮.૩૦ થી સાંજે ૭ સુધી ૧૦ જેટલા કાર્યક્રમોનું કવરેજ સંદર્ભે રાજકોટ માહિતી ખાતાને સૂચના અપાઈ હતી. માહિતી ખાતાના અધિકારી શ્રી નિરાલાએ પોતાના પત્રકારો-ફોટોગ્રાફરોની દરેક સ્થળે ટીમો દોડાવી અને તમામ કાર્યક્રમોની વિગતો દરેક પ્રેસને સમયસર પહોંચતી કરી વીજળી ઝડપે કામગીરીનું ઉદાહરણ પુરૂ પાડયુ હતું. સીએમના મુખ્ય કાર્યક્રમ સ્થળે પણ પ્રેસ-મીડીયા માટે બેઠક વ્યવસ્થા, પાણી સહિતની સુવિધા પુરી પડાઈ હતી. એક પણ કાર્યક્રમ અંગે કલેકટર સહિતના કોઈ અધિકારીએ ટકોર કરવી પડી ન હતી.

(3:40 pm IST)